- તમારા મેકઅપને પરફેક્ટ બનાવે છે લીપ કોન્ટૂરિંગ
- છે લીપ કોન્ટૂરિંગ જે તમારા લીપ્સની સુંદરતા વધારે છે
આજકાલ મેકઅપ યુવતીઓ માટે જાણે એક ઘરેણું બની ગયો છે ઘરની બહાર નિકળતા વખતે મોટાભાગની યુવતી મેકઅપ કરવાનું પસંદ કરે છે. યુવતીઓ મેકઅપ પર પૈસા ખર્ચવામાં અચકાતી નથી.નમેકઅપની કરીએ તો ચહેરાનો સૌથી મહત્વનો ભાગ એટલે કે હોઠ છે જે સુંદરતામાં નિખાર લાવવાનું કામ કરે છે. તેથી, મેકઅપ કરતી વખતે, તેમના હોઠના કોન્ટૂરિંગ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ,
કોન્ટૂરિંગ એટલે શું ?
કોન્ટૂરિંગ તમારા મેકઅપને આકર્ષક બનાવે છે. હોઠને સારો આકાર આપવા માટે કેટલીક સરળ ટિપ્સ છે,.લિપ લાઇનર, ગ્લોસ, લિપસ્ટિક અને હાઇલાઇટરનો ઉપયોગ કરીને હોઠનો મૂળ આકાર ઊભો કરવામાં આવે છે. આમ કરવાથી તેમની સુંદરતા બમણી થઈ જાય છે. જેમના હોઠ દેખાવમાં પાતળા હોય તેમને લિપ કોન્ટૂરિંગ મદદ કરે છે.
આજકાલ પાતળા હોઠને જાડા દેખાડવા માટે યુવતીઓ ફિલર્સ પણ કરાવી રહે છે, જે ખૂબ જ મોંઘી ટ્રીટમેન્ટ છે. કેટલીકવાર આ સર્જરી રિએક્ટ પણ કરે છે, જેના કારણે હોઠનો આકાર બગડી જાય છે. તેથી કોન્ટૂરિંગ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ફિલર કરતાં વધુ સારી અને સલામત માનવામાં આવે છે.
- આ કરવા માટે, તમારે પહેલા તમારા હોઠને સ્ક્રબરથી એક્સફોલિએટ કરવા પડશે
- ત્યાર બાદ તમારા ડોછ પક તેમને મોઇશ્ચરાઇઝ કરો.
- ત્યાર બાદ હોઠ પર લીપલાઈનર થી સરસ મજાનો શેપ બનાવવાનો હોય છે.
- હવે પછી લિપસ્ટિકને આપેલા આકારની અંદર લગાવવાની રહેશે,
- ત્યારબાદ તમે તેને બ્રશ વડેપુરા લીપ્સ પર બ્લેન્ડ કરી લો. આમ કરવાથી લિપસ્ટિકનો રંગ હોઠના આકારને દર્શાવશે.
- ત્યાર બાદ હાઇલાઇટર અને લિપ ગ્લોસ લગાવવાનું ભૂલશો નહીં. જો તમે તમારા હોઠને બોલ્ડ લુક આપવા માંગતા હોવ તો તમે વધુ એક શેડ લગાવી શકો છો.