- ચોમાસાના શરુઆતમાં ગોવા,આમાસ ફરવા માટે બેસ્ટ
- વધુ વરસાદમાં આ જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ
હવે થોડા જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તે વરસાદ પડતાજ સવ્રગ્ જેવા બની જતા પ્રદેશોની મુલાકાત લઈ શકો છો.જેમાં ખઆસ કરીને અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ચોમાસું આવવાનું છે. તે જ સમયે ગોવાના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં, તમે વેકેશનનો આનંદ માણવા માટે આ સ્થળો બેસ્ટ છે બસ શરત એ છે કે શરુાતના ચોમાસાના દિવસોમાં તમારે અહી જવાનું રહેશે નહી તો તમારી મુસાફરી મુળશ્કેલ બની જાય છે.
આસામ
આસામમાં વરસાદની મોસમમાં ફરવાની એક અલગ જ મજા છે. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે. અહીં બનેલ કાઝીરંગા નેશનલ પાર્ક ખૂબ જ પ્રખ્યાત પાર્ક છે. આવી સ્થિતિમાં વેકેશનમાં કુદરતી નજારો માણવા માટે આસામ એક ઉત્તમ સ્થળ છે.
મેઘાલય
મેઘાલયની હરિયાળી જોવા જેવી છે. ચોમાસામાં પ્રવાસનું આયોજન કરવા માટે શિલોંગ એક પરફેક્ટ વિકલ્પ છે. અહીં કેટલીક પ્રખ્યાત ટેકરીઓ પણ છે જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણી શકો છો.
મહારાષ્ટ્ર
ભારતના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનની યાદીમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વરનું નામ આવે છે. કુદરતી દ્રશ્યો અને વરસાદનો આનંદ માણવા માટે મહારાષ્ટ્ર એક ઉત્તમ સ્થળ છે. આટલું જ નહીં, અહીં તમે સમુદ્રથી ઘેરાયેલા રત્નાગીરીની મજા પણ માણી શકો છો.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ચોમાસાના આગમન સાથે અહીંનો નજારો વધુ આકર્ષક બની જાય છે. આવી સ્થિતિમાં અરુણાચલ પ્રદેશમાં ટૂંક સમયમાં ચોમાસું આવવાનું છે. અહીં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા ઉપરાંત તમે થોડો સમય શાંતિથી પસાર કરવા માટે અરુણાચલ પ્રદેશની ટ્રિપનો પ્લાન પણ બનાવી શકો છો.
ગોવા
ગોવાના સુંદર બીચ પર તમે તમારા જીવનસાથી, પરિવાર અને મિત્રો સાથે આનંદ માણી શકો છો. દરિયા કિનારે વસેલા ગોવામાં ચોમાસાના આગમન બાદ વાતાવરણ વધુ ખુશનુમા બની જાય છે. અહીં તમે પાલોલેમ બીચ, બાગા બીચ, દૂધસાગર વોટરફોલ, બોમ જીસસ બેસિલિકા, અગુઆડા ફોર્ટ, શનિવાર નાઇટ માર્કેટ, મંગેશી મંદિર અને અંજુના બીચ જેવા ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ શકો છો.
જો કે આ સ્થળો પર પહેલા વરસાદમાં જ જવાનું રાખવું કારણ કે વધુ વરપસાદ બાદ અહીના માર્ગો અવરોધિત બને છે જેથી તમે મુશ્કેલીઓમાં મૂકાઈ શકો છો,અને શરુઆતમાં પ ણજ્યારે પણ પ્રવાસે નિકળો ત્યારે પુરતી સુવિધાઓ સાથે નિકળવું, પોતાનું વાહન વધુ બેસ્ટ ઓપ્શન છે.