- નેઈલ પેઈન્ટ વગર નખને બનાવો ચમકીલા
- તમારે નહી પડે નેઈલ પેઈન્ટની જરુર જાણીલો ટ્રિક
યુવતીઓ માટે ચહેરાની સાથે -સાથે હાથ પગની સુંદરતા અને તેમના નખની સુંદરતા પણ મહત્વ ધરાવે છે,આજકાલ અનેક યુવતીઓ નેઈલપેન્ટ કરીને નખને સારા બનાવે છે જો કે આજે કેટલીક એવી ટિપ્સ બતાવીશું કે સ કારણ કે હંમેશા નખ પર નેલ પેઇન્ટનું લેયર રાખો છો તો લાંબા ગાળે તેઓ નખ ખરાબ થાય છે. જેના કારણે નખ પીળા, રંગીન અને કદરૂપા દેખાય છે. જેમને નેલ પોલીશ વગર જોવાનું ખરાબ લાગે છે. મોટાભાગની છોકરીઓ નખની સંભાળના મામલે બેદરકારી દાખવે છે.તો આ ટીપ્સ તમારા કામની જ છે.
ક્યુટિકલ તેલનો ઉપયોગ નખની સંભાળ માટે થાય છે. આ નખને સ્વસ્થ બનાવે છે અને તેમને મોઇશ્ચરાઇઝ કરે છે. જો કે નખ માટે તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તે ખૂબ મોંઘા હોઈ શકે છે. જો તમે ઈચ્છો તો તેને ઘરે પણ તૈયાર કરી શકો છો.નાળિયેર તેલનો ઉપયોગ ક્યુટિકલ તેલ બનાવવા માટે કરી શકાય છે. તેને બનાવવા માટે નારિયેળના તેલમાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરો. લવંડર આવશ્યક તેલના થોડા ટીપાં પણ ઉમેરો. આ બધી વસ્તુઓને મિક્સ કરીને કાચની બોટલમાં ભરી રાખો. આ તેલને નખ પર મસાજ કરો.
આ સાથે જ તમે નાળિયેર તેલમાં એરંડાનું તેલ ઉમેરીને પણ ક્યુટિકલ તેલ બનાવી શકાય છે. તેને બનાવવા માટે બંને તેલને સમાન માત્રામાં મિક્સ કરીને કાચની બોટલમાં ભરી રાખો. આ તેલને બ્રશની મદદથી નખ પર લગાવો. આનાથી નખને ભેજ મળે છે અને તે ચમકદાર દેખાય છે.
બદામનું તેલ પણ નખને પોષમ પુરુ પાડે છે અને ચમકદાર બનાવે છે.નખની સંભાળ માટે બદામના તેલ સાથે ઓલિવ તેલ મિક્સ કરો. વિટામીન E કેપ્સ્યુલ પણ ઉમેરો. આ બધી વસ્તુઓ સાથે રાખો. તેલનું આ મિશ્રણ ક્યુટિકલ તેલના રૂપમાં ફાયદાકારક છે. તેને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર લગાવવાથી નખ સફેદ અને ચમકદાર દેખાય છે. જે નેલ પેઈન્ટ વગર પણ સુંદર દેખાય છે.