Site icon Revoi.in

તમારી જૂની જીન્સને બનાવો સ્ટાઈલિશ , આ રીતે શોર્ટ બનાવીને જીન્સને આપો ન્યુલૂક

Social Share

આજકાલ મોટા ભાગની યુવતીઓ જીન્સ પહેરતી થઈ છે, હવે જીન્સ સામાન્ય ઘરની યુવતીઓમાં પણ ટ્રેન્ડ થઈ રહ્યા  છે, પહેલા માત્ર કોલેજ કરતી યુવતીઓ હોય કે હાઈપ્રોફાઈલ યુવતીઓ જ જીન્સ પહેરતી તેમ જોવા મળતું ,જો કે હવે રુટિન બોટમવેરમાં જીન્સે પણ પોતાનું ખાસ સ્થાન બનાવી લીઘું છે.

જો કે જીન્સ એવો પહેરવેશે કે તે ગમે તેટલા લાંબા સમય સુધી પહેરો તો પણ ફાટવાનું  કે ઘસાવાનું નામ ન લેતું અને છેલ્લે એકને એક જીન્સ પહેરીને આપણે કંટાળી જતા હોઈએ છીએ, જ્યારે તમે કોઈ જીન્સ વારંવાર પહેરીને કંટાળ્યા હોવ તો હવે તેને ફેંકતા કે કોઈને આપતા પહેલા વિચારી લેજો. કારણ કે આ તમારા જૂના જીન્સમાંથી તમે અવનવી સ્ટાઈલીશ કેપરી, શોર્ટસ કે એન્કલ બનાવી શકો છો, જે તમારા લૂકને વધુ સ્ટાઈલીશ અને આકર્ષક બનાવે છે.

જૂના જીન્સમાંથી બનાવો આકર્ષક શોર્ટસ

જો જીન્સ પહેરી પહેરીને કંટાળ્યા છો તો હવે તે જીન્સને પોતાના શોર્ટ્સના માપથી કાપીને, તેને ફ્રંકી સ્ટાઈલ આપી દો,જ્યાથી કાપી હોય ત્યાથી એક પટ્ટી સિલાઈ કરીને વાળીલો, જેથી તમારી જૂની જીન્સ નવા શોર્ટ્સમાં પરિણામશે, આ શોર્ટસ તમને આકર્ષશ લૂક અને સ્ટાઈલીશ દેખાવ તો આપશે

–  આ સાથે જ શોર્ટસને વધુ સ્ટાઈલીશ બનાવવા હોય તો શોર્ટસનો માપ લઈને જીન્સને કાપીને તેના પર તમે વ્હાઈટ રંગની ફ્લાવવાળી લેસ પણ મૂકી શકો છો, આ સાથે જ છૂટ્ટા છૂટ્ટા લેસ વાળા ફ્લાવરથી શોર્ટસને સજાવીને નવો લૂક આપી શકો છો.

– આ શોર્ટસ્ પર વ્હાઈટ કલરના બેલ્ટ પહેરવાથી તમને લધુ સ્ટાઈલીશ લૂક મળે છે,શોર્ટ્સના ખીસ્સા પર તમે હેન્ડ વર્કથી ડિઝાઈન પણ કરી શકો છો.

– આ શોર્ટ્સને વધુ યૂનિક બનાવવા માટે જ્યાથી શોર્ટ્સ કાપ્યો હોય ત્યા રંગીન ઉનના દોળા વડે અનેક પ્રકારની ડિઝાઈન કરીને  સ્ટાઈલ આપી શકો છો,

– આ સાથે જ  શોર્ટસની એક બાજૂની થાઈસ પર અલગ અલગ પ્રકારના કાપડમાંથી બનતા સ્ટિકર પણ લગાવી શકો છો,જેનાથી શોર્ટસ નવા લાગશે અને ખબર પણ નહી પડે કે આ જૂની જીન્સમાંથી બનાવ્યા છે.

– આ સાથે જ તમે કેપરી કે શોર્ટ્સ બનાવો છો ત્યારે તેની કોર પર અલગ અલગ કલરના કાપડની પટ્ટી સિલાઈ વડે જોઈન્ટ કરી શકો છો જેનાથી એક અલગ જ લૂક મળશે.

– જો તમને શોર્ટસ્ નથી પસંદ તો તને તેને ઘુંઠણથી નીચે સુઘી કાપીને સાઈઝ પણ આપી શકો છો, કેપરીને જ્યાથી કાપી છે ત્યાથી જીન્સના દોરા નિકાળીને તેને રફ સ્ટાઈલ આપી શકો છો,જેનાથી તમારી જૂની જીન્સ નવી કેપરી બની જશે.

– આ સાથે જ જો તમને ફ્રંકી લૂક પસંદ હોય તો થાઈસ પાસેથી અને ઘુંટણ પાસેથી જીન્સને થોડી ફાડી લો, બ્લેક વડે કટ પાડી લો તો પણ તમારી કેપરી સ્ટાઈલીશ બનશે.