યુવતીઓ પોતાને સ્ટાઈલીશ દેખાડવા માટે અવનવી ફેશનનું અનુકરણ કરે છે, અવનવા ડ્રેસથી લઈને વેસ્ટન વેર અને બોલુવૂડ સુંદરીઓના કપડાની પસંદ સુધીની તેમની ફેશન પહોંચ હોય છે, બોલિવૂડ એક્ટ્રેસના ક્લોથવેરનું અનુકરણ કરીને તેઓ સ્ટાઈલીશ અને ફેશનેબલ દેખાવાના સતત પ્રયત્નમાં રહે છે,
ખાસ લોંગ કપડા પહેરવાથી તમારા હાથ પગની સ્કિન કાળી પડતી નથી. જેઆ સાથે જ લોંગ મેક્સી ડ્રેસના કારણે તમારું ફેશનેબલ દેખાવાનું સપનું પણ પુરુ થાય છે, જેથી લોંગ મેક્સી પ્રકારના તમામ ડ્રેસ તમે આકર્ષક લૂકની સાથે પાર્ટી તથા પ્રસંગ બન્નેમાં શોભા આપે છે.
મેક્સી ડ્રેસની વાત કરીએ તો સેલિબ્રિટીઓ આ પ્રકારનો ડ્રેસ મોટે ભાગે કેરી કરે છે, તો તમે પણ આ પ્રકારના ડ્રેસને કેરી કરીને પોતાને સ્ટાઈલીશ લૂક પ્રદાન કરી શકો છે, આ ડ્રેસની બીજી મહત્વની વાત એ છે કે તે પહેરવામાં ખૂબજ આરામ દાયક કમ્ફર્ટેબલ હોય છે.
સૌ પ્રથમ વાત કરીશું તેના ફ્રેબીકની. મેક્સી ડ્રેસમાં કોટન, જ્યોરજોટ,સિલ્કી ,જર્સી કાપડમાં જોવા મળએ છએ, આ તમામ ફેબ્રીક આ ડ્રેસમાં આરામ દાયક રહે છે, સામાન્ય રીતે પહેલાથી મેક્સી શબ્દ રાત્રીમાં લોંગ અને ઢીલીઢબ પહરવામાં આવતા વસ્ત્ર માટે પ્રચલીત હતો, રાત્રે મહિલાઓ ઢીલી અને લાંબી કોટન અથવા સીલ્કના ફેબ્રીકમાં જે પહેરે છે તેમે મેક્સી કહે છે. ત્યાર બાદ તેનું પરિવર્ન બન્યા અવનવા સ્ટાઈલીશ મેક્સી ડ્રેસ.
મેક્સી ડ્રેસ પહેરવાથી આરામદાયક ફીલ થાય છે આ સાથે જ તમારો લૂક સુંદર બને છે,જો કે આ પહેરતા વખતે ખાસ બોડી પ્રમાણે શૂટેબલ છે કે નહી તે જોવાનું રહેશે ત્યારે જ તમે પરફેક્ટ દેખાઈ શકો છો, વધુ પડતા ફીટ કે વધુ પડતા ઢિલા મેક્સી ડ્રેસ તમારી સુંદરતા ખરાબ કરી શકે છે,
ખાસ કરીને મેક્સી ડ્રેસ એવો પસંદ કરો કે જે તમારા ફિગર પર બરાબર બેસે.ખાસ કરીને ધ્યાન રાખવું કે થાઈસ અને હિપ્સ પાસે અને કમર તથા પેટના ભાગ પાસે ફીટ ન હોવો જોઈએ,તો તમારો લૂક શાનદાર દેખાશે,
ખાસ કરીને મેક્સી ડ્રેસમાં સ્ટ્રેઈટ નેક લાઈન સાથે ખભા પર પાતળી પટ્ટીઓ હોય એવી મેક્સી શાનદાર લાગે છે,મેક્સી ડ્રેસ મોટા ભાગે પાતળી પટ્ટીવાળો અથવા સ્લીવલેસ જ સારો લાગતો હોય છે.જો કે શિયાળો ચાલતો હોવાથી આ પ્રકારના ડ્રેસમાં તમે જીન્સના જેકેટ કે કોટી પેહરીને સ્ટાઈલિશ દેખાી શકો છો.