દરેક યુવતીઓ પોતાને આકર્શક અને સુંદર દેખાડવા માટે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો કે ઘણી વખતે એકને એક ટોપ કે ગાઉન પહેરીને યુવતીઓ કંટાળી જાય છે ત્યારે હવે આજ જૂના કપડાને તમારે સ્ટાઇલિશ બનાવા હોય તો માર્કેટમાં મળતા અવનવા બેલ્ટનો તમે ઉપયોગ કરી શકો છો.લેઘર બેલ્ટથી લઈને વર્ક વાળા બેલ્ટ, મિરર વર્ક વાળા બેલ્ટ સ્ટોન વાળા બેલ્ટ જેવા બેલ્ટ તમારા જૂના કપડા સાથે અટેચ કરીને તેને વનો લૂક આપી શકો છો.
જૂના ગાઉન કે સાડી આપો ન્યૂ લૂક
સાડી પર કમરબંધ બાંધવાની ફેશન વર્ષો જૂની છે.હવે તેની જગ્યાએ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સાડી પર બેલ્ટ લગાવવાથી તમને આધુનિક અને સ્ટાઇલિશ લુક મળે છે.સ્ટાઇલિશ વીગન લેધરના બેલ્ટથી માંડીને એમ્બેલિશડ બેલ્ટ તમારી સાગી અને લોંગ ગાઉનને આકર્ષક લૂક આપી શકે છે.
લોંગ ડ્રેસ મેક્સી ડ્રેસ કે ગાઉન
જો તમારા કબાટમાં લોંગ ડ્રેસ છે તમે એકથી અનેક વખત તેને પહેરી ચૂક્યા છો અને હવે કંટાળ્યા છો તો તમે અવનવા બેલ્ટને કમર પર બાંઘીને ચમારા જૂના ગાઉન કે લોંગ ડ્રેસને આકર્ષક લૂક આપી શકો છો. કુડાના મેચિંક બેલ્ટ સહીત તમે કોન્ટ્રાસમાં પમ બેલ્ટનો રંગ પસંદ કરી શકો છો.આ સાથે જ રંગીન દોરી પણ બાંઘી શકો છો.
કોટનની કુર્તી
લોંગ ઘેર વાળી કોટનની કુર્તીને આકર્ષક બનાવવા માટે રંગીન દોરીનો ઉપયોગ કરી સકો છો કમર પર આ પ્રકારની દોરી બાંઘીને તમે તેને આકર્ષક બનાવી શકો છો.
ડ્રેસી બેલ્ટ
આ સ્ટાઇલના બેલ્ટ શીયર ડ્રેસ પર સારા લાગે છે. આવા ડ્રેસને ડ્રેસી બેલ્ટ ખાસ શેપ આપે છે અને એનો ચાર્મ અનોખો છે. આ પ્રકારના બેલ્ટના બક્કલમાં બો કે ફૂલની ડિઝાઇન સુંદર લાગે છે.
મેટાલિક બેલ્ટ
પાતળો મેટાલિક બેલ્ટ પ્લેન ડ્રેસ સાથે પરફેક્ટ લાગે છે. સાવ સાદા ડ્રેસમાં આ સ્ટાઇલનો બેલ્ટ પહેરવાથી સ્ટાઇલમાં વધારો થાય છે. મેટાલિક બેલ્ટ સાથે મેચિંગ સ્ટાઇલના ઇયરિંગ ગ્લેમરમાં વધારો કરે છે.