Site icon Revoi.in

રક્ષાબંધન પર યુવતીઓના લૂકને શાનદાર લૂક આપે છે મેકઅપ, બસ આ દિવસે ન કરતા આટલી ભૂલો

Social Share

દરેક સ્ત્રી સુંદર દેખાવવા માટે  મેકઅપનો સહારો લે છે,મેકઅપ કરતી વખતે ઘણી બાબતો પર ધ્યાન આપવાનું હોય છે, ઘણી વખત સારો મેકઅપ ન થવા પાછળ ત્વચાની સંભાળ અને મેકઅપને લગતી ઘણી નાની-મોટી ભૂલો હોય છે. મેકઅપ બેઝને યોગ્ય રીતે લાગુ ન કરવું એ કેટલીક સામાન્ય મેકઅપ ભૂલો છે. જો તમે ઈચ્છો છો કે તમારો મેકઅપ પરફેક્ટ થાય તો આ ટિપ્સને ફોલો કરો.

જાણો પરફેક્ટ મેકઅપ માટેની આ કેટલીક ટિપ્સ

મેકઅપ કરતા પહેલા હંમેશા ત્વચાને સ્વસ્છ  કરો, પછી જ ચહેરા પર અનેક મેકઅપની વસ્તુઓ પ્લાય કરો. ચહેરાને મોઇશ્ચરાઇઝ કર્યા પછી મેકઅપ કરો કારણ કે શુષ્ક ત્વચા પર મેકઅપ યોગ્ય રીતે સેટ થતો નથી.

જ્યારે પણ મેકઅપ કરો ત્યારે લાઈટના બદલે કુદરતી પ્રકાશમાં રહો અથવા તો લાઈટ ચાલું રાખો જેથી મેકઅપ વધુ ન લાગી જાય

ચહેરા પર ફાઉન્ડેશનને બ્લેન્ડ કરવા માટે બ્લેન્ડર શ્રેષ્ઠ છે. તે ચહેરા પર ઘસવું નહી  પરંતુ ડબકરવું , હળવા હાથથી થપથપાવીને લાગુ કરવામાં આવે છે. બ્લેન્ડરને ચહેરા પર ઘસવાની ભૂલ ન કરો.

કન્સીલર લગાવવાની પણ ઘણી રીતો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ ટેક્નિક જોવા મળે છે. તમારા ચહેરાના આકાર પ્રમાણે મેક-અપ કરો અને તમને જે પ્રકારનો મેકઅપ અનુકૂળ આવે તે જોતા રહો.

ફાઉન્ડેશન પછી માત્ર એક લેયર લગાવવાથી મેકઅપ સારો નથી લાગતો. તમારે કન્સિલર, બ્લશ અને હાઈલાઈટર પણ લગાવવું જોઈએ.

મેકઅપ વધારે પડતો ક્યારેય શોભા આપતો નથી જેથી લાઈટ મેકઅપ કરવો જોઈએ જે તમારી સુંદરતા વધારે છે.

મેકઅપ કરતી વખતે યોગ્ય મેકઅપ ઉત્પાદનોની પસંદગી ન કરવી એ પણ એક ભૂલ છે. ઉત્પાદનો તમારી ત્વચા અનુસાર પસંદ કરવા જોઈએ. આમાં લિપસ્ટિક, બ્લશ અને ફાઉન્ડેશનના શેડનો પણ સમાવેશ થાય છે.બને ત્યા સુધી સારા કંપનીના પ્રડોક્ટ ઉપયોગ કરવો જોઈએ