Site icon Revoi.in

ગરમીમાં મેકઅપ બને છે સ્કિન એલર્જીનું કારણ – આટલી બાબતોને ધ્યાનમાં રાખો

Social Share

ઉનાળાની ગરમીમાં ચહેરા પર મેકઅપ તમારી સ્કિનની એલર્જીનું કારણ બની  શકે છે. રીતે ઘણા લોકોને ચહેરા પર મેકઅપ કરવાથી એલર્જી થતી હોય છે અને સ્કિન ખરાબ થઈ જાય છે, ખાસ કરીને મેકઅપથી સ્કિન લાલ થવી, સ્કિન પર બળતરા થવી કે જીણી જીણી ફોલ્લીઓ થવાની સમસ્યાઓ સતાવતી હોય છે,તેના માટે તમારે કેટલીક બાબતો ધ્આનમાંરાખવાની હોય છે જે મેકઅપના કારણે થતી એલર્જીથી તમને રક્ષણ આપશે

1 – મેકઅપ પ્રોડક્ટ ખરીદો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એ પ્રોડક્ટ તમારા સ્કિન ટાઇપને સૂટ શતે કે નહી. ઘણીવાર એવી મેકઅપ કિટથી સ્કિન એલર્જી જેવી સમસ્યાઓ સર્જાય છે. એટલે સૌથી પહેલા આપણે પોતાની સ્કિન ટાઇપને સારી રીતે જાણી લેવી અને પછી જ પ્રોડક્ટ ખરીદો.બને ત્યા સુધી સારી કંપનીની મેકઅપ કિટ ખરીદવાનો આગ્રહ રાખવોટ

2 – ખાસ કરીને મિનરલ બેસ્ડ મેકઅપ ઘણા લાઈટવેઇટ હોય છે. આ સ્કિનમાં હાજર પોર્સ બંધ થવા દેતા નથી  જેથી આ મેકઅપ વાપરવાથી ત્વચા પર કોઈ પ્રકારની એલર્જી કે ખીલ થવાની સમસ્યાઓ નથી થતી. આ સ્કિનને જરૂરી મિનરલ્સ પણ પુરા પડે છે.

3-  પર બને ત્યા સુધી ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછો અથવા તો નકો, કારણ કે તે ત્વચાના પોર્સને બંધ કરી દે છે અને તેનાથી ત્વચાની એલર્જી થવાની શક્યતા વધે છે, મોટા ભાગે રાત્રીના ફાઉન્ડેશન લગાવો તડકામાં લગાવવાથઈ તેની સાઈડ ઈફેક્ટ થાય છે ,

4 – કોઈ પણ વસ્તુ ચહેરા પર અપ્લાય કરતા પહેલા સ્કિન ટોનર લગાવવાનું ચોક્કસપણે ન ભુલશો.સ્કિન ટોનર ત્વચાને સાફ કરીને એના મોટા પોર્સ સંકોચવાના કામ આવે છે. આ ચહેરાની ત્વચાને સ્મૂધ અને સ્વચ્છ બનાવે છે અને જેનાથી સ્કિન એલર્જી થવાની શક્યતાઓ ઘટી જાય છે

5 – જ્યારે પણ મેકઅપ લગાવાની શરુાત કરો તે પહેલા તમારી સ્કિન પર આઈસ ક્યૂબ વડે  5 મિનિટ સમાજ કરીલો જેનાથી સ્કિન કોમળ બનશે અને મેકઅપની એલર્જીથી બચી શકશઓ

6 – મેકઅપ રિમૂવ કર્યા બાદ ચહેરા પર બેસન મલાઈનો પેક લગાવો, અથવા મલાી વડે નમસાજ કરો અથવાતો એલોવેરા જેલથી મસાજ કરીદો આમ કરવાથી મેકઅપ સ્કિનની અંદર પચી ગયો હશે તે પણ બરકાબર બહાર નીકળી જશે અને સ્કિન પર  એલર્જી નહી થાય