- માલદીવના વિદેશ મંત્રી સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ
- આ પ્રથમ વખત છે કે જ્યારે પીજીએનું પદ માલદિવ સંભાળશે
દિલ્હીઃ- માલદિવના વિદેશ મંત્રી એવા અબ્દુલ્લા શાહિદને 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તરીકે બહુમત સાથે પસંદ કરવામાં આવ્યા છે, જે એક વાર્ષાકિ આધાર હોદ્દો છે,જે વિવિધ પ્રાદેશિક જૂથો વચ્ચે સ્થાનાંતરિત થાય છે.વર્ષ 2021-22 દરમિયાનના 76 મા સત્રમાં એશિયા-પેસિફિક જૂથનો વારો છે. આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે હવે માલદીવ પીજીએની ઓફિસ પર કાય્રત બનશે.
ઉલ્લેખનીય છે કે માલદીવ્સે ડિસેમ્બર વર્ષ 2018 માં એફએમ શાહિદની ઉમેદવારીની ઘોષણા કરી હતી. તે સમયે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં જોવા મળ્યા નહોતા. એફએમ શાહિદ ખાસ કરીને બહુપક્ષીય મંચોમાં વિશાળ રાજદ્વારી અનુભવ અને મજબૂત ઓળખપત્રો સાથે પીજીએનું પદ સંભાળવા માટે અનેક રીતે લાયકાત ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે ભારતનો ટેકો પહેલાજ તેમને મળી ચૂક્યો છે,ભારતે નવેમ્બર વર્ષ 2020મા વિદેશ સચીવની માલદિવની યાત્રા દરમિયાન એમએફ શાહિદ માટે પોતાના સમર્થનની ઘોષણા કરી હતી. તે સમયે પણ તેઓ મેદાનમાં એકમાત્ર ઉમેદવાર હતા.
ત્યાર બાદ જાન્યુઆરી વર્ષ 2021 ની મધ્યમાં, આશ્ચર્યજનક ઘટનાક્રમમાં અને ચૂંટણીના 6 મહિના કરતા ઓછા સમય પહેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ઝલ્માઈ રસૂલ આ પદ માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે એફએમ રસૂલની પણ પ્રબળ પ્રતિષ્ઠા છે, જ્યારે તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધીમાં માલદીવ્સે બહોળો ટેકો મેળવી લીધો હતો.આ સાથે જ માલદીવ્સે ક્યારેય પી.જી.એ.નું પદ સંભાળ્યું નથી,ત્યારે આ ગહવે પ્રથમ વથક બનવા જઈ રહ્યું છે