નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો શોધી કાઢશે જેના કારણે તેને રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થયાં હતા. હરિયાણામાં રાજકીય પંડિતોના તમામ ગણીત ખોટા પડ્યાં હતા અને સતત ત્રીજી વખત ભાજપાની જીત થઈ હતી. રાજકીય પંડિતોના મતે આ ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતમળતી હતી. જો કે, મતદારોએ ભાજપ તરફી મતદાન કર્યું હોય તેમ 90 પૈકી 48 બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિ ગઠબંધનને સૌથી વધારે 50 જેટલી બેઠકો મળી હતી.