Site icon Revoi.in

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

Social Share

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દેખાવો કર્યાં હતા. અનેક સ્થળે ભાજપા અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યાં હતા. જ્યારે પોલીસે દેખાવો કરી રહેલા ભાજપના નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ધમકીના સૂરમાં કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળમાં આગ લાગશે તો અસમ અને નોર્થ ઈસ્ટમાં પણ આગ લાગશે.  

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે, જો વડાપ્રધાનમાં તાકાત હોય તો તેઓ બળાત્કાર વિરોધી કાનૂન લાવે. પીએમ મોદી અને ભાજપા જેટલું ફંડિંગ કરી લે મારી સામે કહી નહીં કરી શકે. કોઈ વિચારે છે કે, આ બાંગ્લાદેશ છે. તો તેમને કહેવા માંગુ છું કે, હું બાંગ્લાદેશને પસંદ કરું છું કેમ કે બંને સ્થળો ઉપર એક જ ભાષાનો ઉપયોગ થાય છે પરંતુ યાદ રાખવું જોઈએ કે તે એક અલગ દેશ છે. મોદી બાબુ આપ બંગાળમાં આગ લગાવી રહ્યાં છે. જો પશ્ચિમ બંગાળમાં આગ લાગી તો અસમમાં પણ લાગશે, નોર્થ ઈસ્ટમાં પણ લાગશે અને આપનું ખુરશી ડગમગી જશે.

#MamataVsModi #AntiRapeLaw #MamataBanerjee #ModiGovernment #FightAgainstRape #PMModi #IndiaNeedsAntiRapeLaw #WomenSafety #PoliticalChallenge #BengalPolitics