કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો યોજાયા હતા. આ પ્રસંગ્રે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, દેશમાં દિલ્હી જ એક માત્ર રાજધાની છે. કોલકતા પણ દેશની રાજધાની હોવી જોઈએ. દેશમાં ચાર રાજધાની હોવી જોઈએ. તેમજ તમામ રાજધાનીમાં સંસદનું સત્ર મળવું જોઈએ. દક્ષિણ ભારતમાં એક, પૂર્વમાં એક તથા ઉત્તરપૂર્વમાં એક એમ ચાર રાજધાની હોવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.