દેશમાં રાજકારણમાં ભાજપને ટક્કર આપવા અને કોંગ્રેસનું સ્થાન હાંસલ કરવા માંગતા મમતા બેનરજી
- પશ્ચિમ બંગાળના સીએમ ગોવાના પ્રવાસે
- પશ્ચિમી રાજ્યોમાં ટીએમસીનો વિસ્તાર વધારવાની રણનીતિ
- વિપક્ષી પાર્ટીઓમાં મહત્વની જવાબદારી નીભાવવાની તૈયારીઓ
દિલ્હીઃ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ફરી સત્તા હાંસલ કરી છે. હાલ સમગ્ર દેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપનું નામ લેવાય છે. બીજી તરફ કોંગ્રેસનું કેન્દ્ર ઉપરાંત વિવિધ રાજ્યોમાં સતત ધોવાણ થઈ રહ્યું છે. દેશમાં હાલમાં માત્ર બે જ રાષ્ટ્રીય પાર્ટી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક પ્રાદેશિક પાર્ટીઓ છે જે પોતાના રાજ્યો પુરતા જ સિમિત છે. દેશમાં કોંગ્રેસનું સતત થઈ રહેલા ધોવાણને પગલે ભાજપ બાદ સૌથી મોટી પાર્ટી બનવા માટે આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમલ કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે. જેથી મમતા બેનર્જીએ ભાજપ ટક્કર આપવાની દિશામાં આગળ વધી રહી છે અને ભાજપ શાસિત રાજ્યોમાં જ પોતાનું સ્થાન મજબુત બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. દેશના પશ્ચિમી રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ છે. જેથી મમતાએ પણ પશ્ચિમી રાજ્યો પૈકી ગોવા ઉપર પોતાની પસંદગી ઉતારી છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પડકાર આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ગોવાનું રાજકારણ પશ્ચિમ બંગાળની જેમ કોસ્મોપોલિટન જેવુ છે એટલે જ મમતા બેનર્જીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાનો નિર્ધાર વ્યક્ત કરીને ગોવાનું સ્થાનિક રાજકારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેવુ રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.
(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)
https://play.google.com/store/apps/details?id=com.revoinews
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગોવાના પ્રવાસે છે. અહીં આગામી વર્ષના પ્રારંભમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મમતા બેનર્જી પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવા માંગે છે. બેનરજીના પ્રવાસ પહેલા પાર્ટીના નેતાઓએ ભાજપ ઉપર શાબ્દીક પ્રહાર કરી રહ્યાં છે. ટીએમસીના નેતાએ જણાવ્યું હતું કે, ગોવામાં 25 ટકા યુવાનો બેરોજગાર છે. ગોવાના લોકો પોતાના જ રાજ્યમાં ઘર ખરીદવા સમર્થ્ય નથી. માછીનારોના વ્યવસાયને પણ વ્યાપક અસર થઈ છે. તેમજ સરકારની સબસીટીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તેમજ કાનૂન વ્યવસ્થા પણ પડી ભાગી છે એટલે ટીએમસીને ગોવા આવવું પડ્યું છે. મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં મોટી જવાબદારી નિભાવવાની તૈયારી કરી રહ્યાં છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે તો પછી મમતા બેનરજીએ ગોવા ઉપર કેમ પસંદગી ઉતારી તેવા સવાલો વહેતા થયાં છે. પશ્ચિમ બંગાળથી નિકળીને અસમ, ત્રિપુરામાં ભાગ્ય અજમાવ્યા બાદ હવે મમતા બેનરજીએ ગોવાનો રસ્તો અપનાવ્યો છે. 15 લાખની વસતી ધરાવતા ગોવામાં બંગાળી ભાષા જાણતા માત્ર એક ટકા જ લોકો છે. નાના રાજ્યોમાં નેતાઓ સરળતાથી એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પ્રવેશે છે. તેમજ અહીં પશ્ચિમ બંગાળની જેમ કોસ્મોપોલિટન છે. જેથી પ્રયોગાત્મક રીતે તેમણે ગોવા ઉપર પસંદગી ઉતારી હોવાનું મનાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં જાતિ આધારીત રાજનીતિ હોવાથી મમતા ત્યાં જતા અચકાય છે. ગોવાના રાજકારણમાં પ્રવેશથી ટીએમસીનો વિસ્તાર વધવાની સાથે વિપક્ષી પાર્ટીઓમાં મમતા બેનરજીના કદમાં પણ વધારો થશે. બીજી તરફ ટીએમસી દ્વારા ગોવાના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં ગોવામાં કોંગ્રેસનું સ્થાન હાંસલ કરીને ભાજપને ટક્કર આપવા માંગે છે.
મમતા બેનરજી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે ટીએમસીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માંગે છે. જ્યારે ભાજપની સામે વિપક્ષ એકત્ર થાય ત્યારે મમતા બેનરજી મજબુતીથી પોતાનો પક્ષ રાખી શકે. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેથી ટીએમસી ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારે તો નવાઈ નહીં.
(PHOTO-FILE)
(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)