Site icon Revoi.in

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે જ થયું સ્વાગત, લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

Social Share

મુંબઈ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સમયે જય શ્રી રામનું નામ સાંભળીને મમતા બેનર્જી એવી રીતે અકળાઈ જતી હતી જે રીતે મહાભારતમાં શ્રી રામનું નામ સાંભળીને રાવણ, હવે મમતા બેનર્જીની છાપ સમગ્ર ભારતમાં શ્રીરામ વિરોધી બની રહી છે ત્યારે તેમના ગોવામાં આવતા પણ કંઇક આવું જ થયું.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ગુરુવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે ગોવા પહોંચ્યા હતા અને ગોવાની ધરતી પર પગ મૂકતા જ મુખ્યમંત્રીનું કાળા ઝંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું. સીએમ મમતા બેનર્જી સાંજે ડાબોલિમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડાબોલિમથી પણજી તરફ પ્રયાણ કરતા સમયે કેટલાક યુવાનોના ટોળાએ મમતાના કાફલાની સામે કાળા ઝંડા બતાવવાનું શરૂ કર્યું અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ લોકો મમતા બેનર્જી ગો બેકના નારા પણ લગાવવા લાગ્યા.

એરપોર્ટથી મમતા બેનર્જીનો કાફલો રાજધાની પણજી જવા રવાના થયો હતો. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીનો ગોવામાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે.

એક પ્રદર્શનકારીએ કહ્યું કે, ગોવામાં મમતા બેનર્જીની જરૂર નથી. આખો દેશ જાણે છે કે તે પશ્ચિમ બંગાળમાં કેવા પ્રકારની રાજનીતિ કરે છે. ગોવામાં તેની પાસે કોઈ કામ નથી.

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીની આ પહેલી ગોવાની મુલાકાત છે. તૃણમૂલ કોંગ્રેસે ફેબ્રુઆરી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.