Site icon Revoi.in

બંગાળમાં સત્તા માટેની જંગ, અમિત શાહ બાદ મમતા બેનર્જીની મોટી રેલી

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. થોડા દિવસો પહેલા દેશના હોમ મીનીસ્ટર અમિત શાહે બંગાળનો પ્રવાસ ખેડ્યો હતો અને બીરભૂમિમાં રેલી કરી હતી. જો કે તે પહેલા કેટલાક ટીએમસી ધારાસભ્યોના રાજીનામાં પણ પડ્યા હતા જેના કારણે મમતા બેનર્જીની ચીંતામાં ક્યાંક વધારો થયો છે.

બંગાળમાં ભાજપના રથને રોકવા માટે હવે મમતા બેનર્જીએ પણ પૂર-જોશ સાથે ભરેલી રેલી યોજી હતી. મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે અમે કોઈના ત્યાં ભોજન કરવા નથી જતા પરંતુ અમે તેના ભોજનની ચીંતા કરીએ છે.

જો કે અમિત શાહ અને અન્ય ભાજપના અન્ય સાથીદારોએ સામાન્ય માણસના ઘરે ભોજન કર્યું હતુ.

મમતાએ અમિત શાહ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે મારો સમય ખતમ થઇ ગયો છે તેવું કહેનાર પહેલા 30 બેઠક લઇ આવે પછી 200 બેઠકની વાત કરે. મમતા બેનરજીએ રવિન્દ્રનાથ ટાગોરની તસવીર પણ સાથે રાખી હતી અને કહ્યું હતું કે જેઓ ટાગોરનું જન્મસ્થાન કયા છે તે નથી જાણતા અને તેઓ બંગાળની સંસ્કૃતિની વાતો કરે છે. તેઓ ફક્ત નફરત ફેલાવવા જ આવી રહ્યા છે.

જો કે રાજકારણ અને રાજનીતિના જાણકારો માની રહ્યા છે કે બંગાળમાં હવે સત્તા પરિવર્તન થઈ શકે તેમ છે. હાલ મમતા બેનર્જી માટે પોતાની સત્તા બચાવવાનો સૌથી મોટો પડકાર છે તો ભાજપ માટે સત્તામાં આવવાનો એક અનોખો પડકાર છે. ભાજપ બંગાળમાં પોતાનો પગ પેસારો કરવા માટે પુરા જોશથી કામ કરી રહ્યું છે અને આવનારા સમયમાં બંગાળના રાજકીય સમીકરણો બદલાઈ શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.