Site icon Revoi.in

મમતા બેનર્જીના મંત્રીઓ શપથ લેશે, નવા લોકોને તક મળવાની સંભાવના

Social Share

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના નવા મંત્રીઓ આજે એટલે કે સોમવારે શપથ લેશે. ભૂતપૂર્વ નાણાંમંત્રી અમિત મિત્રા અને ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી સહિત 43 સભ્યોની કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડ સવારે 10.45 વાગ્યે થ્રોન હોલમાં શપથ અપાવશે. આ સાથે નવી ચૂંટાયેલી સરકારના મંત્રીમંડળની પહેલી બેઠક બપોરે 3 વાગ્યે મળશે.

નવાન્ન થી પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રસંગે સીએમ મમતા બેનર્જી સહીત પાર્ટીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે. મમતા બેનર્જી ગૃહ, આરોગ્ય વિભાગને પોતાની પાસે રાખી શકે છે. મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રી છે,તો 10 સ્વતંત્ર પ્રધાનો અને 9 રાજ્ય મંત્રીઓ છે.

મમતા બેનર્જીના નવા મંત્રીમંડળના જુના મંત્રીઓમાં સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, અમિત મિત્રા, ફિરહાદ હકીમ, અરૂપ વિશ્વાસ, શોભનદેવ ચટ્ટોપાધ્યાય, સાધન પાંડે, જ્યોતિપ્રિયા મલ્લિક, બંકિમચંદ્ર હાજરા, સોમન મહાપાત્રા, મલય ઘટક, અરૂપ વિશ્વાસ, અરૂપ રાય, ચંદ્રનાથ સિંહા, બ્રાત્યા બસુ, ડો.શશિ પાંજા, જાવેદ ખાન, સ્વપ્ન દેવનાથ અને સિદ્દિકુલ્લા ચૌધરી જેવા મંત્રીઓને ફરીથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ માનસ રંજન ભુઇયા, રથીન ઘોષ, પુલક રાય અને બિપ્લવ મિત્રાને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે