કોલકત્તા: બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે એવુ પણ જોવા મળી રહ્યુ છે જેને જોઈને સૌ કોઈને નવાઈ લાગશે. સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો વાયરલ થયા છે જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘જય શ્રી રામ’ના નામથી વાંધો હોય તેવુ જોવા મળ્યુ છે, પણ હવે મમતા બેનર્જીએ શ્રી રામના નામને ભુલીને શીવજીના મંદિર દર્શન કરવા પહોંચ્યા છે.
જો કે રાજકારણ, રાજનીતિ અને સત્તાની રમતમાં આ પ્રકારનું જોવા મળે તો તેમાં કોઈ નવાઈ નથી. મમતા બેનર્જીના શીવજીના મંદિરે જવા પર કેન્દ્રીય મંત્રી ગીરીરાજ બોલ્યા કે હવે મમતા બેનર્જી દ્વારા પણ ભાજપને કોપી કરવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જી અને રાહુલ ગાંધી માત્ર ચૂંટણી સમયે જ હીંદુ છે.
મમતા બેનર્જીના શીવજી દર્શન પર નંદીગ્રામથી ભાજપાના ઉમેદવાર શુભેંદુ અધિકારીએ પણ કહ્યું કે મમતા બેનર્જીના રાજમાં બંગાળમાં હિંદુઓ સુરક્ષિત નથી.
ભાજપ દ્વારા તો હાલ મમતા બેનર્જીને ડગલે અને પગલે પડકાર આપવામાં આવે છે ત્યારે આ હોડમાં કોંગ્રેસ પણ પાછળ રહે તેમ નથી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંગાળમાં ભાજપ અને ટીએમસી એકબીજા સામે જ લડી રહી છે પરંતુ બંગાળની જનતાની વાત તો કોઈ કરી જ નથી રહ્યું. મમતા બેનર્જી હાલ પોતાને બ્રાંહ્મણ સાબીત કરવામાં વ્યસ્ત છે અને ભાજપની બંગાળમાં એન્ટ્રીથી મમતા બેનર્જીનો સ્વભાવ જ બદલાઈ ગયો છે.
જો કે રાજકીય વિશ્લેશકોએ પોતાનો મંતવ્ય જાહેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળમાં સત્તા પરિવર્તન થવાની સંભાવના છે. તો કેટલાક રાજકીય વિશ્લેશકો દ્વારા એવુ પણ કહેવામાં આવ્યું છે કે સત્તા પરિવર્તન થશે તો બાંગ્લાદેશમાંથી થતી ઘુસણખોરી પર પણ લગામ લાગી શકે છે.