Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં નકલી નોટો સાથે શખસ પકડાયો

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. દરમિયાન ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસે યુવકની ઝડતી લેતા તેની પાસેથી એક લાખ વીસ હજાર કિંમતની 500ની 240 ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. પકડાયેલા યુવાને પોલીસને જણાવ્યું હતું કે, પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં આ 500ની ચલણી નોટો છાપી હતી.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોમાં  લોકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઇભકતોથી ઉભરાઈ રહ્યા છે. નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિરનાં દર્શન પથથી લઇ મંદિર સુધીની તમામ રેલિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાંચ દિવસ દરમિયાન 20 લાખથી વધુ માઇભકતોએ મા અંબાનાં દર્શનનો લાભ લીધો છે.

ભાદરવી પૂનમના મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. નોટો વટાવવા આવેલાં યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો હતો. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે LCBએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. નકલી નોટો સાથે પકડાયેલા યુવાન ભાભરના બુરેઠા ગામનો રહિશ છે. અને તેનું નામ ભરત પ્રજાપતી હોવાનું જાણવા મળ્યું છે.  પોલીસે નકલી નોટો સાથે પકડાયેલા યુવાનની પૂછતાછ શરૂ કરી છે. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. વઘુ પૂછપરછ થાય તો બીજા પણ ગુન્હા બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે.