Site icon Revoi.in

વડાપ્રધાન મોદી એ ‘મન કી બાત’ કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસે માંગ્યા સૂચન – આ રીતે કરી શકો છો તમે પણ મેસેજ અને કોલ

Social Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને સંબોધન કરતા રહે છે, અનેક મહામારી કે સંકટના સમયે તેઓ દેશની જનતાના પડખે રહીને તેમનું પીઠબળ બનતા રહે છે, ત્યારે ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પીએમ મોદીએ લોકો પાસે સૂચનો માંગ્યા છે, વિતેલા વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી બન્યા પછી મોદીનો આ 15 મો ‘મન કી બાત’ કાર્યક્મ છે, અને સમગ્ર રીતે જોવા જઈએ તો આમ 68મો’ મન કી બાત’ કાર્યક્રમ હશે, મન કી બાત કાર્યક્રમના માધ્યમથી પીએમ મોદી દેશવાસીઓ સાથે સંવાદ કરે છે, દેશવાસીઓ સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએથી કોલ કે મેસેજ કરીને પોતોના વિચોરો આ કાર્યક્રમમાં રજુ કરી શકે છે.

આ સમગ્ર બાબતે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ” તમને શું લાગે છે કે આ વખતે ‘મન કી બાત’ કાર્યક્રમાં કયા મુદ્દાઓ પર વાત કરવામાં આવશે, ‘ મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ 30 ઓગસ્ટના રોજ થશે, તમે તમારો ફોન કે સંદેશ 1800-11-7800 પર મોકલી શકો છો, અથવા તો પછી નમો એપ કે MyGoV પર લખી પણ શકો છો, મને તમારા વિચાર અને સલાહની પ્રતિક્ષા રહેશે”.

આ પહેલા 26 જુલાઈના રોજ યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કારગિલ વિજય દિવસ પર દેશના સૈનિકોની બહાદુરીને યાદ કરી હતી ,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતની ભૂમિ પર અધિકાર જમાવા માટે અને તેમના આંતરિક ઝઘડાથી ધ્યાન હટાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.

આ સાથે જ તેમણેે કહ્યું હતું કે, “આવો સ્વભાવ ધરાવનારા તેમનું હિત ઈચ્છતા લોકોને પણ નુકશાન જ પહોંચાડે છે, એટલે જ ભારતની મિત્રતાના જવાબમાં પાકિસ્તાને પીઠમાં ખંજર મારવાનું કાર્ય કર્યું છે,  પરંતુ ત્યાર બાદ ભારતે જે પોતાનો પરચો બતાવ્યો તે સમગ્ર દુનિયા એ જોયો છે”

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પણ સતત દેશવાસીઓ સાથે પીએમ મોદી સંપર્કમાં રહે છે, દેશની જનતાનું સંબોધન કરતા તેમણે કોરોના વોરિયર્સની સરાહના કરી હતી, આ સાથે જ કોરોના સામે કઈ રીતે જીત મેળવવી, શું ધ્યાન રાખવું તેવી અનેક બાબતો પર દેશવાસીઓનું ધ્યાન દોર્યું હતું.

સાહીન-