Site icon Revoi.in

પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીની હત્યા, મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડતા બની ઘટના

Social Share

દિલ્લી: પાકિસ્તાનમાં મુસ્લિમ ધર્મના યુવકે એક એવી ઘટનાને અંજામ આપ્યો છે જેને જોઈને તમામ લોકોને સમજમાં આવી જશે કે પાકિસ્તાનમાં લઘુમતી સમાજના લોકો સુરક્ષિત નથી. આ યુવકે ખ્રિસ્તી યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો પણ ખ્રિસ્તી યુવતીએ તે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દેતા તે યુવકે યુવતીની હત્યા કરી દીધી.

સ્થાનિક પોલીસે આ બાબતે જણાવ્યું કે તેઓએ હાલ તે યુવકની ધરપકડ કરી છે અને અન્ય એક યુવકની પણ શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આ ઘટના બાબતે કહ્યું કે તે ખ્રિસ્તી યુવતી અન્ય યુવક સાથે હતી, ત્યારે આ મુસ્લિમ યુવકે તે યુવતી પર ફાયરિંગ કર્યું હતુ. પોલીસે આગળ વધારે ઉમેરતા કહ્યું કે આ હત્યા અંગત કારણોસર થઈ હોઈ શકે છે અને આગળ તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

ગત મહિને પણ પાકિસ્તાનમાં એક એવી ઘટના બની હતી જેમાં ખ્રિસ્તી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને તેને ધર્મપરિવર્તન કરીને 44 વર્ષના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ. આ બાબતે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી જે કેસ હાલમાં પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

પાકિસ્તાનમાં જ્યાં મુસ્લિમ સમાજના લોકોની સંખ્યા વધારે છે ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકોની સંખ્યા માત્ર 2 ટકા છે પણ કરાચી, ફેસલાબાદ અને લાહોર એવી જગ્યા છે જ્યાં ખ્રિસ્તીની સંખ્યા થોડી વધારે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક ખ્રિસ્તીઓના ગામડા પણ છે.