‘ધ ઈન્ડિયા ડાયલોગ’માં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કોરોના સંબંધિત સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં રહ્યું સફળ
- કોરોના સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં સફળ
- સ્વાસ્થય મંત્રી માંડવિયાએ આપી જાણકારી
દિલ્હીઃ- વર્ષ 2019 દરનમિયાન કોરોના મહામારી શરુ થઈ હતી જેણે વિશ્વભરમાં કહેર ફેલાવ્યો હતો જો કે ભારત સરકારે કોરોનાને લઈને અનેક પ્રતિબંધો અને સારુ સંચાલન કર્યું જેના કારણે કોરોનાના કારણે લાખો લોકોના જીવ બચાવ્યા હતા આ વાત પોતે દેશના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી છે.તેમણે કહ્યું કે .
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટેનફોર્ડ ‘ધ ઈન્ડિયા ડાયલોગ’માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. કોરોના સંબંધિ મેનેજમેન્ટની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે ભારતે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવીને 34 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે.
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આ સાથે જ PMGKAY હેઠળ, સરકારે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે અને 800 મિલિયન લોકોને મફત અનાજનું વિતરણ કર્યું.આ રીતે તેમણે પીએમ મોદીના કાર્યોની પણ પ્રસંશા કરી હતી
તેમણે આ કાર્યક્મમાં બોલતા કહ્યું કે ‘ભારતે સક્રિય, અને વર્ગીકૃત રીતે ‘સમગ્ર સરકાર’ અને ‘સમગ્ર સમાજ’ વાળો અભિગમ અપનાવ્યો જેમાં આપણે સફળ સાબિત થયા છે, આમ કરીને કોવિડ-19ના અસરકારક સંચાલન માટે સર્વગ્રાહી પ્રતિભાવ વ્યૂહરચના અપનાવી આ સાથે જ તેમણે એમ પમ કહ્યું કે ભારતે અભૂતપૂર્વ સ્કેલ પર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવીને 3.4 મિલિયનથી વધુ લોકોના જીવ બચાવ્યા.