- પેસેન્જરની સેફઅટિ માટે બદલાશે નિયમ
- 1લી એપ્રિલથી કારની આગળની સીટ માટે એરબેગ ફરજિયાત
દિલ્હીઃ-દેશમાં વાહન ચાલકોની સેફ્ટિને લઈને અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે પેસેન્જરની સેફ્ટિ માટે પણ હવે એક નવો કાયદા અમલી બનશે, માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલય દ્રારા મળેલી જાણકારી પ્રમાણે વાહન ચાલકોની સાથે સાથે પેસેન્જર્સની સલામતી માટે પણ કારની આગળની ફ્પેસેન્જરની સીટ તરફ પણ એરબેગ્સને ફરજિયાત બનાવવાને પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે.
જો આ નિયમને અમલી બનાવાશે તો આ ડ્રાઈવર સીટની સાથે ડ્રાઈવરની બાજુમાં બેસતા લોકો માટે પણ એરબેગ ફરજિયાત થઈ જશે. જો કે હાલ તો ડ્રાઈવસ રીટ માટે જ આ નિયમ છે પરંતુ હવે બાજુની સીટ માટે પમ ન િયમ લાગુ કરવામાં આવશે.
દેશમાં કારને વધુમાં વધુ સલામત બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. પરિણામે પહેલાંની સરખામણીમાં હવે કોઈપણ કારમાં સ્ટાન્ડર્ડરૂપે વધુ સલામતી ફિચર્સ અપાઈ રહ્યા છે. આ ફિચર્સ કાર ચલાવતા ડ્રાઈવરની સાથે પેસેન્જરની સલામતી માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. દેશની સરકાર હવે આ નિયમોનું સખ્ત પાલન કરાવશે, આ સાથે જ ઓટો કંપનીઓ સરકારના દિશા-નિર્દેશોને ધ્યાનમાં લઈને નવી કારમાં આ ફિચર્સનો ઉપયેગ કરશે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્રારા આ નિયમ લોગુ કરાયો છે.મળતી માહિતી પ્રમાણે હવેથી નવી કારમાં ૧લી એપ્રિલ ૨૦૨૧થી અને વર્તમાન મોડેલમાં આ નિયમ લાગુ કરવા માટે ૧લી જૂન ૨૦૨૧નો સમય નિશ્ચિત કરાયો છે. આ નિયમ લાગુ થયા પછી ૧લી એપ્રિલ સુધીમાં નવી કારની ફ્રન્ટ સીટ પર પેસેન્જર માટે પણ એરબેગ ઉપલબ્ધ થઈ જશે.
સાહિન-