1. Home
  2. ગુજરાતી
  3. માંડવીનો દરિયા કિનારો અમાસની અંધારી રાતે ચમકતા પ્લેક્ટોનથી ઝબુંકી ઉઠ્યો
માંડવીનો દરિયા કિનારો અમાસની અંધારી રાતે ચમકતા પ્લેક્ટોનથી ઝબુંકી ઉઠ્યો

માંડવીનો દરિયા કિનારો અમાસની અંધારી રાતે ચમકતા પ્લેક્ટોનથી ઝબુંકી ઉઠ્યો

0
Social Share

ભુજ :  માંડવીના દરિયા કિનારાની દુનિયાના સારા `બીચ’ તરીકે તેની ગણના થાય છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના અવર્ણનીય સૌંદર્યને પ્રકટ કરતો હોય છે. પોણી દુનિયા ઉપર જેના પાણી રેલમછેલ છે તેવો સમુદ્ર જમીન પર રહેતા જીવો કરતાં પણ અનેકગણી જૈવિક વિવિધતા ધરાવે છે. ચોર્યાસી લાખ યોનિમાંથી અડધાથી વધારે દરિયામાં જીવન વિતાવે છે. માંડવીનાં કાંઠે અમાસનાં દિવસે મલ્હાર કેમ્પિગના સભ્યોને `બાયોલ્યુમિનિસેન્ટ-પ્લેંકટોન’ નામનાં દરિયાઇ જીવો જોવા મળ્યા હતા. અંધારી રાતમાં દરિયાઇ પાણીમાંથી ભરતીના સમયે જીવો આગિયાની માફક ઝબૂક ઝબૂક થતાં કિનારે આવે છે. આ પ્લેંકટોન જોવાનો શ્રેષ્ઠ સમય અમાસની આસપાસ જ્યારે કોઇ પ્રકાશ ન હોય ત્યારે આ અંધારાવાળી રાત દરમિયાન  બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન નિયોન વાદળી માફક ચમકે છે.

માંડવીના દરિયા કિનારે કુદરતનો અદ્ભુત જીવોનો નજારો નજરે’ પડ્યો હતો..પ્લેંકટોન આખી દરિયાઇ સૃષ્ટિનો ખોરાક છે. જબ્બરદસ્ત વહેલ માછલી આવા સૂક્ષ્મ’ જીવો વડે પેટ ભરી 100 ટન જેટલા વજનનું શરીર મેળવે છે. કચ્છનાં કિનારામાં દર અમાસે બનતી ઘટના ભાગ્યે જ કોઇ’ ‘જાણે છે. ચમકતા પ્લેંકટોન માંડવીના સાગર કિનારાને સજીવ બનાવે છે. ચમકતા પ્લેંકટોન અદ્ભુત નજારો સર્જે છે. સમુદ્રની જીવસૃષ્ટિના આધારસમા ચમકતા આ પ્લેંકટોન માંડવીના બીચ પર્યટનના આનંદમાં એક નવી યશકલગી ઉમેરે છે. માંડ નજરે ચઢતા તદન સૂક્ષ્મ કહી શકાય તેવા આ જીવડાંની સૃષ્ટિ કેટલી અદ્ભુત છે તે માણવું હોય તો કાઠડાનો દરિયાકિનારો અમાવસની અંધારી રાતે ખૂંદવો જોઇએ.આ ચમકતા પ્લેંકટોનનું અંગ્રેજી નામ `બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન’ છે,’ તેવું  પર્યાવરણવિદો જણાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code