- કર્ણાટકમાં વજુભાઈને બદલે થાવરચંદને બનાવાયા રાજ્યપાલ
- અન્ય રાજ્યોમાં પણ રાજ્યપાલની કરાઈ નિમણુંક
અમદાવાદઃ દેશના ઘણા રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના આગેવાન મંગુભાઈ પટેલને પણ રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે. આવી જ રીતે કર્ણાટકમાં વજુભાઈ વાળાને બદલે થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોના રાજ્યપાલની નિમણુંક કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હલાવો હતો. હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના મંગુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત મિઝોરમમાં હરિ બાબુ કુંભમપતિ, હિમાચલ પ્રદેશમાં રાજેન્દ્રન વિશ્વનાથ અર્લેકર, ગોવામાં પીએસ શ્રીધરન, ત્રિપુરામાં સત્યદેવ નારાયણ આર્ય અને ઝારખંડમાં રમેશ બેસને રાજ્યપાલ તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીના હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલની પસંદગી માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણ કરવામાં આવી હતી. જેથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.