Site icon Revoi.in

મણિપુરઃ સુરક્ષા કર્મચારીઓના એક્શન પૂર્વે 140 જેટલા હથિયારો જમા થયાં

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર હિંસાગ્રસ્ત મણિપુરમાં દેખાવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો લૂંટાયેલા હથિયારો જમા કરાવી રહ્યા છે. સવારથી જ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં લોકો ચોરીના હથિયારો સરેન્ડર કરાવવા જઈ રહ્યાં છે. મણિપુર પોલીસે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલને પગલે મણિપુરમાં અલગ-અલગ જગ્યાએ 140 હથિયારો સોંપવામાં આવ્યા છે.

અમિત શાહ હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હી આવતા પહેલા તેઓ રાજ્યભરના બંને સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે શુક્રવારથી પોલીસ રાજ્યમાં હથિયારો જપ્ત કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરશે. શાહની અપીલના 24 કલાકમાં જ મોટી માત્રામાં હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે શરણાગતિ પામેલા 140 હથિયારોમાં SLR 29, કાર્બાઈન, AK, INSAS રાઈફલ, INSAS LMG, .303 રાઈફલ, 9mm પિસ્તોલ, .32 પિસ્તોલ, M16 રાઈફલ, સ્મોક ગન અને ટીયર ગેસ, લોકલ મેડ પિસ્તોલ, સેન્ટ, મો. રાઈફલ, JVP અને ગ્રેનેડ લોન્ચરનો સમાવેશ થાય છે.

મણિપુરમાં હિંસા ફાડી નીકળતા કરફ્યુ નાખવામાં આવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરવા મજબુર બન્યાં હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનોને મળીને મામલો શાંત પાડવા અપીલ કરી હતી. આ ઉપરાંત સરકારે પીડિતોને આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં મણિપુર હિંસાને લઈને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની આગેવાનીમાં ન્યાયીક તપાસ કરવામાં આવશે.