Site icon Revoi.in

મણિપુરઃ ચારથી વધારે સંતાન ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ નહીં મળે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વસતી 120 કરોડને પાર પહોંચી છે, બીજી તરફ વસ્તિ નિયંત્રણ માટે પગલા ભરવામાં આવી રહ્યો છે. દરમિયાન મણિપુરમાં ચારથી વધારે સંતાનો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી

સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ચારથી વધુ બાળકો ધરાવતા પરિવારોને કોઈ સરકારી લાભ આપવામાં આવશે નહીં. મણિપુર સ્ટેટ પોપ્યુલેશન કમિશન હેઠળ એકવાર આ નિર્ણય લાગુ થયા પછી, જો કોઈ દંપતિને ચારથી વધુ બાળકો હોય, તો તે પરિવારના કોઈપણ સભ્યને કોઈ સરકારી લાભ નહીં મળે. રાજ્ય વિધાનસભાએ અગાઉ રાજ્યમાં વસ્તી આયોગની સ્થાપના માટે ખાનગી સભ્યના ઠરાવને સર્વસંમતિથી અપનાવ્યો હતો.

2001માં મણિપુરની વસ્તી 22.93 લાખ હતી. આ પછી 2011માં તે વધીને 28.56 લાખ થઈ ગઈ. અગાઉ આસામે આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2021ના રોજ અથવા તે પછી, બેથી વધુ બાળકો ધરાવતા કોઈપણ વ્યક્તિને સરકારી નોકરીનો લાભ આપવામાં આવશે નહીં.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુમુક્કમ જોયકિસને રાજ્યમાં બહારના લોકોની કથિત ઘૂસણખોરી અંગેનો ઠરાવ રજૂ કર્યો હતો. સત્તાવાર આંકડાઓને ટાંકીને, તેમણે કહ્યું હતું કે, 1971-2001 દરમિયાન મણિપુરના પહાડી જિલ્લાઓમાં વસ્તી વૃદ્ધિ 153.3% હતી, જે 2001 થી 2011 દરમિયાન વધીને 250 ટકા થઈ ગઈ હતી.