Site icon Revoi.in

મણિપુર ભારતનો અભિન્ન અંગ છેઃ સ્મૃતિ ઈરાની

Social Share

નવી દિલ્હીઃ સંસદમાં મોદી સરકાર ઉપર કોંગ્રેસે કરેલી અવિશ્વાસની પ્રસ્તાવ ઉપર ચર્ચામાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મણિપુર હિંસા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. મણિપુરની પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકારની સતત નજર છે. પરંતુ કોંગ્રેસની કથની અને કરની અલગ છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અને વિપક્ષ એકતા મોરચા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે કહ્યું હતું કે, એક સમયે નિર્ભયા ફંડની રચના કરે છે, પરંતુ કોઈ કામ કરતા નથી. જો કે, કોંગ્રેસના સમર્થનકારી છે તેઓ બળાત્કારીઓને મળીને સિલાઈ મશીન આપે છે. એક રિપોર્ટ અનુસાર ખુલ્લામાં શૌચાલયથી બળાત્કારનો ભય રહે છે, આ રિપોર્ટ યુપીએ સરકાર વખતે આવ્યો હતો પરંતુ તેઓ ચુપ રહ્યાં હતા. મોદી સરકારે હર ઘર શૌચાલય અભિયાન શરૂ કર્યું હતું આજે કરોડો ઘરે શૌચાલય બન્યાં છે. દેશના 19 કરોડથી વધારે ઘરોએ નળથી પાણીથી પહોંચ્યું છે. મોદી સરકારમાં મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને તેનો કરોડો મહિલાઓએ લાભ લીધો છે.

તેના નેતાઓનો સહકાર ચીન સાથે છે, ચીનમાં 31 યુનિવર્સિટી ગેમ્સ થયાં છે. આ વખતે ભારતે 26 મેડલ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે સર્જીકલ સ્ટાઈક સહિતના પુરાવા માંગ્યા હતા. રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે અફઝલ ગુરુએ સંસદમાં હુમલો કર્યો હતો તેના સંરક્ષણને કોંગ્રેસે પાર્ટીને નેતા બનાવી દીધો હતો. આ રાહુલ ગાંધીની દેશ ભક્તિ છે.