Site icon Revoi.in

મણીપુર ભુસ્ખલના મૃત્યુઆંક 46 પર પહોચ્યો – હાલ પણ 17 લોકો ગુમ, શાધખોળ શરુ

Social Share

મણીપુરમાં થોડા દિવસ પહેલા ભારે વરસદાના કારણે જમીન ઘસીાવવાની ઘટના બનવા પામી હતી જેમાં આર્મી કેપ્પ પમ નષ્ટ થયો હતો, મણીપુરના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનથી વિતેલા દિવસને સોમવારે વધુ ચાર મૃતદેહો મળી આવતાઆર્મીના જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે, જ્યારે ખરાબ હવામાનમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે 17 હજુ પણ ગુમ છે.

તાજેતરના ચાર મૃતકોમાં ત્રણ પ્રાદેશિક આર્મીના કર્મચારીઓ અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે જેની ઓળખ  થઈ શકી ન હતી કારણ કે તેનૌ જેહ ખૂબ વિચલીત સ્થિતિમાં હતો, મૃતકોમાં રેલવે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે ફરી થયેલા ભૂસ્ખલન અને સતત પ્રતિકૂળ હવામાન હોવા છતાં, ભારતીય સેના, આસામ રાઇફલ્સ, ટેરિટોરિયલ આર્મી અને રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ટુપુલમાં ઘટના સ્થળે સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું.

આર્મી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ ભૂસ્ખલનથી નષ્ટ થયેલ પહાડી તુપુલમાં બચાવ અને પુનઃપ્રાપ્તિ કામગીરીની દેખરેખ માટે ગ્રાઉન્ડ ઝીરો પર કેમ્પ કરી રહ્યા છે જ્યાં 30 જૂને વિનાશક ભૂસ્ખલન પછી પ્રાદેશિક આર્મીના કર્મચારીઓ સહિત લગભગ 80 લોકો જીવતા દટાયા હતા. જો કે હાલ પણ ગુમ થયેલા લોકો શોધવા માટે અહી સતત કામ ચાલી રહ્યું છે,ગુમ થયેલા કાટમાળમાં દટાયા હોવાની શંકાઓ વચ્ચે અહી કાટમાળમાંથી શોધખોળ કરવામાં આવી રહી છે.