લીકર પોલીસી કેસમાં સંડોવાયેલા મનીષ સિસદિયા, સંજયસિંહ અને કે.કવિતા પણ તિહાડ જેલમાં બંધ
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં અરવિંદ કેજરિવાલને કોર્ટે સોમવારે 15મી એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જે બાદ કેજરિવાલને તિહાડ જેલ લઈ જવાયાં હતા. તેમણે જેલ નંબર 2માં રાખવામાં આવ્યાં છે. કેજરિવાલને 21મી માર્ચના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજ્ય સિંહ અને તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની બેટી કે કવિતા જેલમાં બંધ છે. મનિષ સિસોદિયા, સંજ્યસિંહ અને કે.કવિતાને તિહાડ જેલમાં જ રાખવામાં આવ્યાં છે.
- મનીષ સિસોદિયાને કઈ જેલમાં રખાયાં છે?
AAPના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ જ્યુડિશયલ કસ્ટીમાં જ છે. સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યાં છે.
- સંજ્યસિંહને કંઈ જેલ નંબરમાં રખાયાં છે?
આબકારી નીતિ જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજ્યસિંહને જેલ નંબર 5માં રાખવામાં આવ્યાં છે. ઈડીએ સંજ્યસિંહની ગત 4 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરાઈ હતી.
- કે.કવિતાને કયા જેલ નંબર રાખવામાં આવ્યાં છે?
દિલ્હીના કથિય દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રીંગ કેસમાં બીઆરએસની એમએલસી કે.કવિતાને 9મી એપ્રિલ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં હતા. તેમને જેલ નંબર 6માં રાખવામાં આવ્યાં છે. કવિતાને તા. 15મી માર્ચના રોજ હૈદ્રાબાદથી તેમના નિવાસસ્થાને તપાસ બાદ ધરપકડ કરી હતી.