દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને નથી મળી રાહત, કસ્ટડી વધી
નવી દિલ્હીઃ દિલ્લી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને અદાલત પાસે થી કોઈ રાહત મળી નથી. રાઉસ એવન્યું કોર્ટે તેમની કસ્ટડીનો સમય વધારી દિધો છે. તેમને 19 જાન્યુઆરી 2024 સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં રહેવુ પડશે. અદાલતે ગુનેગારોના વકીલને સીબીઆઈ મુખ્યાલયમાં દસ્તાવેજોનું નિરીક્ષણ કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. કોર્ટે સીબીઆઈને નિરીક્ષણ માટેની સુવિધા માટે પુરતા અધિકારીઓ તૈનાત કરવા અને પાલન અહેવાલ ફાઈલ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે તરફથી પણ જોરદાર ફટકો પડ્યો હતો. કોર્ટે તેમની રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી કે આ કેસમાં રિવ્યું માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. તેઓએ ઉચ્ચ ન્યાયાલય જોડેથી દારૂ કૌભાંડ મામલામાં જામીનની માંગણી કરી હતી. તેઓ આ આદેશ પર પુનવિચાર કરવાની માંગ કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા દ્વારા 29 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી.
30 ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપવા માટે ના પાડતા કહ્યુ હતુ કે, તપાસ એજન્સી 338 કરોડ રૂપિયાની લેવડ-દેવડ સાબિત કરી છે. હાલ તેને જામીન મળી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે પણ કીધુ હતુ કે, 6 મહિનામાં જો નિચલી કોર્ટમાં કેસ પુરો ના થયો તો જામીન માટે નવેસરથી અરજી કરી શકાય છે. સીબીઆઈ અને ઈડી બંન્ને દ્વારા મનીષ સિસોદિયાની તપાસ કરવામાં આવી રહી છે.