દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
- દારુ કૌભાંડ મામલો
- મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલાયા
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચાલી રહ્યો છે એક પછી એક તેઓની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ત્યારે હવે ફરી દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી એ આજે મનીષ સિસોદિયાના વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સુનાવણી દરમિયાન સિસોદિયાએ જેલમાં વધુ કેટલાક પુસ્તકો વાંચવા માટે અરજી કરી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે તેને જે પુસ્તકો જોઈએ છે તે તેમને આપવામાં આવશે,આ પહેલા ઈડીએ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા, ઉલ્લેખનીય છે કે EDએ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગની કલમો હેઠળ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં આપના નેતા મનીષ સિસોદિયા વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર રાઉઝ એવન્યુ કોર્ટે ઈડીને નોટિસ પાઠવી હતી.આ સહીત પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તપાસમાં સહકારના નામે જામીનની માંગ કરી હતી.
આ માંગણીમાં તેમણે દલીલ કરી હતી કે તેનો પુત્ર વિદેશમાં અભ્યાસ કરે છે અને તેની પત્ની ઘરે એકલી અને બીમાર છે. આવી સ્થિતિમાં તેની સંભાળ રાખવા માટે તેને જામીન મળવી જોઈએ. અહીં સીબીઆઈએ જામીનનો વિરોધ કરતા કહ્યું કે સિસોદિયા પાસે 18 વિભાગ છે, તેમની તમામ માહિતી તેમની પાસે છે.
આ સાથે જ કહેવાયું કે આવી સ્થિતિમાં તેમને જામીન આપવાથી તપાસ પ્રક્રિયા પર અસર પડશે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવાનો નિર્દેશ આપતાં સુનાવણી 24 માર્ચ સુધી મુલતવી રાખી હતી. સિસોદિયાએ કોર્ટને કહ્યું કે તેમણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને તેમની પાસેથી કોઈ ગુનાહિત દસ્તાવેજો મળ્યા નથી. આ કેસમાં તમામ આરોપીઓ જામીન પર બહાર છે. તેમને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ. સિસોદિયાએ મની લોન્ડરિંગ કેસમાં પણ પોતાની જામીન અરજી દાખલ કરી છે. હાલમાં તે 22 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની કસ્ટડીમાં છે.