Site icon Revoi.in

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચાલી રહ્યો છે એક પછી એક તેઓની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ત્યારે હવે ફરી  દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી એ આજે ​​મનીષ સિસોદિયાના વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સુનાવણી દરમિયાન સિસોદિયાએ જેલમાં વધુ કેટલાક પુસ્તકો વાંચવા માટે અરજી કરી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે તેને જે પુસ્તકો જોઈએ છે તે તેમને આપવામાં આવશે,આ પહેલા ઈડીએ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા, ઉલ્લેખનીય છે કે EDએ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગની કલમો હેઠળ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે