Site icon Revoi.in

મનિષ તિવારીનો મોટો દાવો, કહ્યું ભાજપને 150થી વધારે બેઠકો નહીં મળે

Social Share

2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. આ છેલ્લા તબક્કાના મતદાન અંતર્ગત ચંદીગઢમાં પણ મતદાન થશે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ મતદાન પહેલા મોટો દાવો કર્યો છે..તેમણે કહ્યું કે ભાજપને 150થી વધુ સીટો નહીં મળે

તેમના પર બહારના વ્યક્તિ હોવાના આરોપો પર મનીષ તિવારીએ કહ્યું કે હું ચંદીગઢનો છું. આ મારું પૈતૃક ઘર છે. મારા પિતા આ ચંદીગઢમાં શહીદ થયા હતા, તેમને આતંકવાદીઓએ માર્યા હતા. બહારના વ્યક્તિ ભાજપના ઉમેદવાર સંજય ટંડન છે જે પોતે અમૃતસરના છે.

કોવિડ સમયગાળા અંગે ભાજપને પૂછવામાં આવેલ પ્રશ્ન

હાલમાં જ મનીષ તિવારીએ

ચંદીગઢમાં યોગી આદિત્યનાથ દ્વારા તેમને અને રાહુલ ગાંધીને ‘ઉડનખટોલા’ કહેવા પર અને રામ મંદિર મામલે કોંગ્રેસની ટીકા કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “રામ દરેકના છે, માત્ર એક જ વ્યક્તિના નથી તેમણે કહ્યું કે. જો તેઓ કોવિડ પર પીઠ પર થપથપાવે છે, તો પછી તેઓ જણાવે કે ગંગા-યમુનામાં મૃતદેહો કેમ તરતા હતા

મનિષ તિવારીએ પોતાની જીત અંગે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે હું જીતીશ. તેમણે કહ્યું કે ભાજપ 150થી ઉપર નહીં જાય અને આ વખતે 4 જૂને માત્ર I.N.D.I.A. ગઠબંધન જ સરકાર બનાવશે.