નવી દિલ્હીઃ જેમ જેમ પંજાબમાં વિધાનસભાના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાયો છે. તેમજ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પંજાબમાં સત્તા સાચવી રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં છે. તેમજ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહએ જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન કેન્દ્ર સરકારની ખરાબ નીતિને કારણે આર્થિકતા, બેરોજગારી અને વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે. સાડા સાત વર્ષ સરકાર ચલાવ્યા બાદ સરકાર પોતાની ભૂલ માનીને તેને સુધારવાની જગ્યાએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન જવાબદાર ઠરાવવામાં લાગી છે. સંબંધ કોઈ બીજા દેશના નેતાને ગળે લગાવવા અને અચાનક બિરયાની ખાવા પહોંચવાથી નથી બનતા. આ સરકારની નકલી રાષ્ટ્રવાદ જેટલો પોલો છે એટલો ખતરનાક છે. તેમનું રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ઉપર ટકેલું છે. સંવેધાનિક સંસ્થાઓ સતત વિક કરવામાં આવી રહી છે તેમજ આ સરકાર વિદેશ નીતિના મોર્ચે સમગ્ર રીતે નિષ્ફળ સાબિત થઈ છે. લોકોના મનમાં કોંગ્રેસના સમયમાં થયેલા સારા કામ હજુ યાદ કરે છે. પીએમની સુરક્ષા મુદ્દે ભાજપાના નેતાઓ પંજાબ, સીએમ તથા લોકોનું અપમાનની કોશિશ કરી રહ્યાં છે. તેમણે સરકારને આર્થિક મોર્ચે ઘેરી હતી. ભાજપના નેતૃત્વવાળી સરકારની આર્થિક નીતિની કોઈ સમજણ નથી. મામલો દેશ સુધી મર્યાદીત નથી. આ સરકાર વિદેશ નીતિઓ પણ નિષ્ફળ રહી છે. ચીન આપણી સરહદ ઉપર બેઠું છે અને અમને દબાવવાની કોશિશ કરી રહી છે.