Site icon Revoi.in

બોલિવુડ એક્ટર મનોજ બાજપેયી કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેનટાઈન થયા

Social Share

મુંબઈ: બોલિવૂડમાં રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી હાલમાં જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હવે સમાચાર મુજબ અભિનેતા મનોજ બાજપેયી કોરોના પોઝીટીવ જાણવા મળ્યા છે. કોરોના પોઝિટિવ થયા બાદ તેમણે પોતાને ક્વોરેનટાઈન કરી લીધા છે.

અભિનેતાના પ્રવક્તાએ શુક્રવારે આ વિશે જણાવ્યું હતું કે, અભિનેતાએ ગયા મહિને કાનુ બહલ દિગ્દર્શિત ફિલ્મ ‘ડિસ્પેચ’નું શૂટિંગ શરૂ કર્યુ હતું. ડાયરેક્ટર કોરોના સંક્રમિત થયા બાદ તેમને પોતાનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યો હતો.

51 વર્ષીય અભિનેતાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે,”મનોજ બાજપેયી દવા પર છે અને સ્વસ્થ થઇ રહ્યા છે. તેણે પોતાને હોમ ક્વોરેનટાઈન કરી લીધા છે. તે તમામ સાવચેતીઓનું પાલન કરી રહ્યા છે.”

ડાયરેક્ટર અને એક્ટર કોરોના સંક્રમિત થયા બાદ ‘ડિસ્પેચ’નું શૂટિંગ બંધ કરાયું છે. ફિલ્મનું શૂટિંગ થોડા મહિના બાદ ફરીથી શરૂ થશે. આ ફિલ્મ શોધખોળ વાળા પત્રકારિતા પર આધારિત છે,જે ક્રાઇમ જર્નાલીઝમની દુનિયાને સામે લાવે છે. એક્ટર આ ફિલ્મમાં એક એવા ચરિત્રના રૂપમાં જોવા મળશે, જે પોતાના ધંધા અને અપરાધના દળમાં દબાયેલો છે.

-દેવાંશી