અમદાવાદઃ દિવાળીના તહેવારોને લઈને મીઠાઈના વેચાણમાં વધારો થયોછે.બીજી તરફ ભેળસેળીયા વેપારીઓને ઝડપી લેવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં મનપા તંત્રએ મીઠાઈની લગભગ 24 દુકાનમાં તપાસ કરીને જરૂરી નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આવ્યાં હતા.
રાજકોટમાં છેલ્લા મહિનાથી છુટક સેમ્પલ લેતી કોર્પો.ની ફુડ શાખાએ કાલાવડ રોડ,પેડક રોડ, કોઠારીયા રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારમાંથી મીઠાઈના 24 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત નવા રિંગ રોડના જાણીતી રેસ્ટોરન્ટને જગ્યામાં ન્યૂસન્સ દૂર કરી આરોગ્યપ્રદ સ્થિતિ રાખવા નોટીસ ફટકારી છે. મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા મુંજકા વિસ્તારમાં આવેલા નવા રિંગ રોડ પર હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમાં હાઈજેનિક ક્ધડીશન જાળવવાના ફૂડ એક્ટ-2006ના નિયમોનો ભંગ થતો હોવાનું લાગ્યુ હતુ.
ઉચ્ચ અધિકારી અમિત પંચાલે જણાવ્યું હતું કે આ જગ્યાએ ટેબલ અને ફલોરીંગ સ્વચ્છ રાખવા, કીચન, ચોકડી, ડાયનીંગ એરિયામાંથી આરોગ્યની દ્રષ્ટિએ વાંધાજનક ધૂળ અને ચીકાશ,બિનજરુરી ન્યૂસન્સ જેવો સામાન દૂર કરવા, કર્મચારીના મેડીકલ રિપોર્ટ કરાવવા નોટીસ અપાઇ છે. આ ઉપરાંત ડીસ્પ્લે પર નિયમ મુજબ વેજ સિમ્બોલ દર્શાવવા અને કીચન વેસ્ટ માટે ક્રશરનો ઉપયોગ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.