2019 મિસ ઈન્ડિયા દિલ્હીનો ખિતાબ જીતેલી માનસી સહગલએ રાજકરણમાં એન્ટ્રી કરી – આમ આદમી પાર્ટીમાં જોડાઈ
- મિસ ઈન્ડિયા રહગેલી માનસી સહગલએ રાજકરમમાં એન્ટ્રી કરી
- આમ આદમી પાર્ટી સાથે જોડાઈ
દિલ્હી – મિસ ઈન્ડિયા દિલ્હી 2019 રહિ ચૂકેલી માનસી સહગલે હવે રાજકણમાં એન્ટ્રી કરી છે,આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. તેમણે ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા દ્વારા પક્ષનું સભ્યપદ અપાયું હતું. સહગલ એક પ્રશિક્ષિત એન્જિનિયર, ટેડએક્સ સ્પીકર અને યુવા ઉદ્યોગસાહસિક છે જેમણે પોતાનો ખૂદનો સ્ટાર્ટઅપ શરુ કર્યો છે.
દિલ્હીની રહેવાસી માનસી સહગલનું સ્કૂલનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, દ્વારકાથી થયું છે. ત્યાં ત્યારે તેમણે ઉચ્ચ શિક્ષણ નેતાજી સુભાષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીથી મેળવ્યું હતું.
આ સાથે જ આપમાં જોડાયા પછી માનસી સહગલે કહ્યું કે, તે સમાજ માટે નાની ઉમરથી જ કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હતી, કોઈ પણ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે આરોગ્ય અને શિક્ષણ એ બે મુખ્ય પાયાઓ રહ્યા છે અને મેં સીએમ કેજરીવાલની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રોમાં જબરદસ્ત બદલાવ જોયા છે.
માનસી કહે છે કે કેજરીવાલનું રાજકારણ અને રાઘવ ચઢ્ઢાના કાર્યથી તેમને આપમાં જોડાવાની પ્રેરણા મળી. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વચ્છ રાજકારણ દ્વારા દેશની સ્થિતિ અને દિશા બદલી શકાય છે. તેમણે યુવાનો અને મહિલાઓને પાર્ટીમાં જોડાવા અને દેશ માટે કંઇક કરવા અનુરોધ કર્યો છે
માનસીના પાર્ટી સાથે જાડાવવા બાબતે રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેઓ ખુશ છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે યુવાનોમાં રાજકારણમાં જોડાવા અને લોકોની સેવા કરવા માટે આત્મવિશ્વાસ જગાવતા રહે છે. આમ આદમી પાર્ટીનો પરિવાર દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમણે આ મામલે વધુમાં કહ્યું કે તેઓ માનસીનું આપ પરિવારમાં સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી સેંકડો નવા લોકોને શામેલ કરવા સાથે ઝડપથી આગળ વધી રહી છે.
સાહિન-