રાજકોટ : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના ભુજ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ ગણેશભાઈ પટેલ સાથે ચક્રવાત ‘બિપરજોય’ અંગે કેન્દ્ર અને ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલાં તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી હતી.
ચક્રવાત બિપરજોય, “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પશ્ચિમ કિનારાના તમામ રાજ્યો (ગુજરાત સહિત)માં તેની પ્રાદેશિક કચેરીઓ સાથે ચક્રવાત માટે તેમની તૈયારીમાં રાજ્યોને જરૂરી સહાય પૂરી પાડવાની સૂચનાઓ સાથે સતત સંપર્કમાં છે. અત્યાર સુધી, આરોગ્ય મંત્રાલયને આવી કોઈ વિનંતી હજુ સુધી મળી નથી.
साइक्लोन बिपरजॉय के संदर्भ में गुजरात के स्वास्थ्य मंत्री @irushikeshpatel जी व अधिकारियों के साथ समीक्षा बैठक की।
बैठक में लोगों के लिए हर संभव स्वास्थ्य सुविधा, ऑक्सीजन व वेंटिलेटर बेड्स इत्यादि कि उपलब्धता का रिव्यू भी किया। केंद्र व राज्य सरकार साथ में मिलकर कार्य कर रही है। pic.twitter.com/E7ychSfd9D
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 13, 2023
છ મલ્ટિ-ડિસિપ્લિનરી સેન્ટ્રલ ક્વિક રિસ્પોન્સ મેડિકલ ટીમો [ડૉ. આરએમએલ હોસ્પિટલ, નવી દિલ્હીમાંથી એકત્રિત; એલએચએમસી, નવી દિલ્હી; સફદરજંગ હોસ્પિટલ, નવી દિલ્હી; એઈમ્સ (નવી દિલ્હી); AIIMS (જોધપુર) અને AIIMS (નાગપુર)]ને કટોકટીની સંભાળ અને સેવાઓ પ્રદાન કરવા માટે કોઈપણ જરૂરિયાતોના કિસ્સામાં એકત્રીકરણ કરવા માટે તૈયાર રાખવામાં આવે છે. આ ઉપરાંત, NIMHANS, બેંગલુરુની ટીમો પણ કોઈપણ અસરગ્રસ્ત વસતિને મનોસામાજિક સંભાળ અને સહાય પૂરી પાડવા માટે સ્ટેન્ડબાય પર છે.
ચક્રવાત પછીના કોઈપણ રોગચાળાની સંભાવના ધરાવતા રોગોની સમયસર તપાસ કરવા માટે તમામ રાજ્યોમાં સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ (IDSP) ને રાજ્ય/જિલ્લા સર્વેલન્સ એકમો દ્વારા આપત્તિ પછીના રોગ-નિરીક્ષણ હાથ ધરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. રાજ્યો દ્વારા કોઈપણ લોજિસ્ટિક જરૂરિયાતના કિસ્સામાં, મેસર્સ એચએલએલ લાઈફકેર લિમિટેડને તેના પુરવઠાનું કામ સોંપવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ચક્રવાતની સ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ સ્વાસ્થ્ય કટોકટી માટે તૈયાર રહેવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.