Site icon Revoi.in

સામાન્ય દર્દીની જેમ મનસુખ માંડવિયા હોસ્પિટલમાં ગયાઃ અવ્યવસ્થા જોઈ થતા વ્યથિત

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ મનસુખ માંડવિયા દેશમાં આરોગ્યની સુવિધાઓને વધારે સારી બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સરપ્રાઈઝ નિરીક્ષણ કરવા માટે સામાન્ય દર્દી બનીને સરકારી હોસ્પિટલ ગયા હતા. જ્યાં ગાર્ડે તેમને લાકડી મારી હતી. તેમજ હોસ્પિટલની અવ્યવસ્થા જોઈને આરોગ્યમંત્રી વ્યથિત થઈ ગયા હતા. જેથી તેમણે ઉચ્ચ અધિકારીઓને સિસ્ટમમાં સુધારો કરીને તેને દેશની મોડેલ હોસ્પિટલ બનાવવાની સૂચના આપી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાની સારવાર માટે તૈયાર કરેલી અસ્થાયી હોસ્પિટલ સફદરજંગ હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત ચાર સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગ્રે તેમણે ડોકટરોને આશ્ચર્યજનક મુલાકાતની ઘટના વર્ણવી. તેમણે કહ્યું હતું કે જ્યારે તે સામાન્ય દર્દીની જેમ બેન્ચ પર બેઠા ત્યારે ગાર્ડે તેમને લાકડી વડે માર્યો અને કહ્યું કે અહીં ન બેસો.

એટલું જ નહીં  હોસ્પિટલમાં આશરે 75 વર્ષની વૃદ્ધ મહિલાને તેના પુત્ર માટે સ્ટ્રેચરની જરૂર હતી. સુરક્ષા રક્ષકોએ સ્ટ્રેચર મેળવવામાં પરેશાન વૃદ્ધ મહિલાને સ્ટ્રેચર લઈ જવામાં મદદ કરી ન હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં વ્યવસ્થા એવી રીતે કરવી જોઈએ કે દર્દીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો હોસ્પિટલમાં 1500 રક્ષકો છે, તો તેઓ વૃદ્ધ મહિલાને સ્ટ્રેચર વહન કરવામાં શા માટે મદદ કરી શકતા નથી. તેમણે નિર્દેશ આપ્યો કે ઇમરજન્સી બ્લોકમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અગાઉ પણ એક હોસ્પિટલમાં સામાન્ય દર્દી બનીને ગયા હતા. જ્યાં તબીબોની કામગીરી જોઈને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.

(PHOTO-FILE)