એલોવેરા જેલના અનેક રીતે ઘરેલુ ઉપાય કરવામાં આવે છે. આના ઉપયોગથી સ્કીન અને વાળની સમસ્યાથી છુટકારો મળે છે. ખરાબ સ્કીનને તંદુરસ્ત કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.
- ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા છે. એના માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે તણાવ. અનિદ્રા અને કેફીનનું વધારે સેવન. આંખો નીચે થતા ડાર્ક સર્કલ માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી સખાય છે. આંખોની નીચે આખી રાત લગાવી રાખીને સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવી જોઈએ.
- એલોવેરા ખિલની સમસ્યામાં રાહત આવે છે. એક સ્પ્રે બોટલમાં બે ભાગ જેલ અને એક ભાગ પાણી મીક્ષ કરવું જોઈએ. તેને ચહેરા ઉપર કુલિંગ ઈફેક્ટ માટે સ્પ્રે કરવું જોઈએ.
- એલોવેરા જેલમાં એલોઈન હોય છે જે પ્રાકૃતિક ડી-પિગમેંટિગ કમ્પાઉન્ડ હોય છે. જે ત્વચાને હળવી કરે છે. એલોવેરા ક્લીયર જેલને પોતાની ત્વચાના પિગમેન્ટવાળા વિસ્તારમાં લગાવવું જોઈએ અને આખી રાત રાખ્યાં બાદ સવારે ગરમ પાણીથી ધોઈ લેવું જોઈએ. આમ અઠવાડિયામાં 3 વાર કરવું જોઈએ.
- એલોવેરા સ્કીનમાં કોલેજન બનાવતી કોશિકાઓને વધારે છે અને આ વિટામીન ઈ અને સીથી ભરપૂર હોય છે. એક ચમતી એલોવેરા જેલમાં દૂધ અને મઘ તથા ગુલાબ જળ બનાવીને ફેસ માસ્ક બનાવવો જોઈએ. જેને 20 મિનિટ ચહેરા ઉપર રાખ્યાં બાદ પાણીની સાફ કરી નાખવું જોઈએ. આમ એલોવેરા અનેક રીતે ફાયદા કારક છે.