ગાજર ખાવાના એક નહીં અનેક ફાયદા, જાણો….
ગાજર એક એવી શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલા તે શિયાળામાં મળતા હતા પણ હવે તે આખું વર્ષ મળે છે. ગાજરમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી આંખ, લિવર, કિડની અને શરીરના બીજા અંગોને પણ ઘણો ફાયદો મળે છે.
• ગાજરનો ઈતિહાસ
ગાજર એ મૂળ વાળી શાકભાજી છે જે સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં 900 એડી આસપાસ ઉગાડવામાં આવી હતી. નારંગી તેમનો સૌથી પ્રખ્યાત રંગ છે. પણ તે જાંબલી, પીળઓ, લાલ અને સફએદ સહિતના અન્ય રંગોમાં પણ જોવા મળે છે. શરુઆતમાં ગાજર જાંબલી કે પીળઆ રંગના હતા. નારંગી ગાજર મધ્યા યુરોપમાં 15મી કે 16મી સદીની આસપાસ વિકસાવવામાં આવ્યા હતા.
• આંખો માટે ફાયદાકારક
ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામીન A અને આલ્ફા કેરોટીન અને બીટા કેરોટીન નામના બે કેરોટીનોઈડ હોય છે. પણ ગાજરમાં માત્ર એક જ પોષક તત્વો નથી પરંતુ અનેક પોષક તત્વો હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગાજરમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ લ્યુટીન અને ઝેક્સાન્થિન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે આંખના રેટિના અને લેન્સ માટે સારું છે.
• સુગર મેનેજ કરવામાં મદદરુપ
ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે બ્લડ સુગર અને ઇન્સ્યુલિન માટે ખૂબ જ સારું છે. કાચા અથવા સહેજ રાંધેલા ગાજરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ખાંડના સંતુલનમાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ગાજર આરામથી ખાઈ શકે છે.
• બીપી સંતુલિત કરવામાં અસરકારક
જો તમારું બીપી હાઈ છે તો તમારે દરરોજ 1 ગાજર ખાવું જોઈએ. ગાજરમાં પોટેશિયમની ખૂબ જ માત્રા હોય છે. જે બીપીને સંતુલિત કરવાનું કામ કરે છે. તે શરીરમાં સોડિયમના સ્તરને પણ સંતુલિત કરે છે. જેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે. હૃદયને સ્વસ્થ રાખવામાં ગાજર ખૂબ જ સારું છે.