કેસરના અનેક ફાયદા, તેનો ઉપયોગ કરો અને દેખો ચમત્કાર
કેસર જેટલો મોંઘો મસાલો છે તેટલું જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી સેહતને ઘણા ફાયદા થાય છે. તે અનેક પ્રકારના ખતરનાક બામારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. કેસર ખૂબ મોંઘો મસાલો છે. આ ક્રોકસ સેટીવસ ફૂલમાંથી મળે છે. ફૂલોમાંથી નાના દોરાને નિકાળવામાં ઘણી મહેનત કરવી પડે છે તેથી તે વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. કેસર મોંઘા હોવા સાથે ફાયદાકારક પણ છે. તેમાં ઔષધીય ગુણો જોવા મળે છે. હજારો વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
એન્ટીઑકિસડન્ટ ગુણ: કેસરમાં ક્રોસિન, ક્રોસેટિન અને સેફ્રાનલ જેવા એન્ટિઓક્સિડન્ટ સારી માત્રામાં જોવા મળે છે. આ એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવાનું કામ કરે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે. કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આનાથી મટી શકે છે.
મૂડ સુધારે છે: કેસરનો ઉપયોગથી મૂડ સુધારે છે. તેનાથી ચિંતા અને સ્ટ્રેસ દૂર થાય છે. તેમાં એક્ટિવ કંમ્પાઉન્ડ્સ જોવા મળે છે, જેના લીધે સેરોટોનિનનું સ્તર વધે છે. તે ન્યુરોટ્રાન્સમીટર છે, જે મૂડને કંટ્રોલ કરે છે.
પાચનમાં સુધારો કરે છે: કેસરનો ઉપયોગ સદીઓથી પાચનમાં મદદ કરવા માટે કરવામાં આવે છે. તે પાચન અંગોમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આનાથી સોજો ઓછો થાય છે અને પાચન રસનો સ્ત્રાવ વધે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે.
આંખોની રોશની વધારે છે: કેસરમાં ક્રોસિન અને સેફ્રાનલ જેવા કેરોટીનોઈડ્સ જોવા મળે છે. તે હેલ્થ માટે ફાયદાકારક છે. આંખોને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. તે મોતિયાની સમસ્યાને પણ દૂર કરે છે.