Site icon Revoi.in

પર્યાવરણ દિવસ નિમિત્તે અનેક બોલિવૂડ સેલેબ્સે ઘરતી માટે કરી પ્રાર્થના- લોકોને પર્યાવળ જાળવણી માટે અપીલ કરી

Social Share

દિલ્હીઃ-  સમગ્ર વિશ્વમાં 5મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે,ત્યારે આજના સમયમાં લોકો ખરા અર્થમાં પર્વારણને જાળવવાનું મહત્વ સમજ્યા છે, કારણ કે કોરોનાકાળમાં જે રીતે ઓક્સિજનનો અભાવ સર્જાયો હતો તે સ્થિતિને જોતા અનેક બોલિવૂડના સેલેબ્સ પણ પર્યાવરણને લઈને ચિંતિત થતા જોવા મળ્યા છે, અનેક સિતારાઓ  એ પર્વાવરણને અને પ્રકૃતિની જાળવણી કરવા લોકોને અપીલ કરી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકરે કહ્યું કે, પ્રયાવરમાં દરેક તે વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ જેવો અવાજ સાઁભળી શકાય છે,તો બીજી તરફ અભિનેત્રી દિયા મિર્ઝાએ જણાવ્યું છે કે, વિશ્વના દરેક વ્યક્તિએઅ પર્યાવરણની સુરક્ષા પર કાર્ય. કરવું જોઈએ. આ સાથે પર્યાવરણ દિન નિમિત્તે ટીવી અભિનેત્રીઓ પણ આગળ આવી છે, અને પર્યાવરણની સુરક્ષાને લઈને ચિંતા જતાવી છે, જેમાં આકંશા શર્માએ ગ્રીનનરીને લઈને પોતાના મનની વાત શેર કરી છે. અબિનેત્રી ભૂમિપેડનેકર  જાણો પર્યાવરણને લઈને શું કહ્યુંઃ- ભૂમિ પેડનેકર આ વિશે કહે છે, ‘મને લાગે છે કે મારું જીવન, આજે પણ હું જે વ્યક્તિત્વ છું, તે પણ જીવનના મારા અનુભવોનો સરવાળો છે, અને આમાંથી મોટાભાગના અનુભવો મારા ઘરમાં થયા છે મને યાદ છે કે જ્યારે હું સ્કુલમાં હતી ત્યારે આપણા દેશમાં કુદરતી આફતો આવી. તે સમયે અમારા માતાપિતા અમને લોકોને દાન એકત્ર કરવા મોકલતા હતા જેથી અમે આપત્તિથી પ્રભાવિત લોકોને મદદ કરી શકીએ. મારા પિતા હંમેશા તેમના સમુદાયની મદદ માટે આગળ આવતા હતા અને મેં જોયું છે કે મારી માતા આસપાસના લોકો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ હતા તેણે આગળ કહ્યું કે,પર્યાવરણીય સંરક્ષણ માટે પણ આપણે આ સમુદાયની ભાવનાને આપણા કુટુંબમાં ફરી જીવંત કરવાની છે. પ્રકૃતિની કાળજી લેવી એ આપણી રોજીરોટીનોજ એક મહત્વનો ભાગ હોવો જોઈએ. આપણને બીજા દ્વારા વાવેલા લીલીછમ વાતાવરણમાંથી જે શુધ્ધ હવા મળી રહી છે તેના પર આપણે ખુશ રહેવું જોઈએ, પરંતુ તે જ સમયે, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે આવતી પેઢી માટે આપણ ેકેવી ઘરતી મૂકીને જઈશું

અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ પર્યાવરણને લઈને ચિંતા જતાવી

અભિનેત્રી દિયા મિર્ઝા પણ વાતાવરણને લઈને ઘણી જાગત રહે છે. તે સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણીય ધ્વજવાહક પણ છે. તે કહે છે, “જ્યાં સુધી આપણે લાંબા ગાળાના વિકાસની યોજનાઓ નહીં પબનાવીએ અને પર્યાવરણના અધોગતિને દરેક સ્તરે અટકાવીશું નહીં, ત્યાં સુધી હવામાન પરિવર્તન આપણને દરેક સ્તરે અસર કરતું રહેશે.આપણે એક મહામારીના સમયમાં જીવી રહ્યા છીએ જે માનવ પ્રકૃતિ સાથે જોડાયેલ છે, પર્યાવરણને લગતા સામાજિક આંદોલનોને હજી પણ  મહત્વ આપવામાં આવતું નથી. હાલ પણ લોકો પર્યાવરણીય મુદ્દાઓ પર એટલું ધ્યાન આપી રહ્યા નથી, જ્યારે હું માનું છું કે દરેક જગ્યાએથી ક્યાંકથી શરૂઆત થઈ શકે છે.