હિમાચલ પ્રદેશમાં શાળા, કોલેજો સહીત અનેક શૈક્ષણિક સંસ્થાઓ 4 એપ્રિલ સુધી રહેશે બંધ – તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
- હિમાચલ પ્રદેશમાં સરકાર બની સખ્ત
- નહી થાય તહેવારોની ઉજવણી
- શાળા કોલેજ તમામ સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ રખાશે
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, તેવી સ્થિતિમાં આવનારા દિવસોમાં હોળીનો તહેવાર છે, ત્યારે દરેકરાજ્યની સરકાર તહેવારોમાં ભીડ ન થાય તે માટે અનેક પગલા લઈ રહી છે, તેવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, તકનીકી સંસ્થાઓ 4 એપ્રિલ, સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
રાજ્યમાં કોરોના કેસોમાં થયેલા વધારા અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકો અને અન્ય સ્ટાફ શાળાઓ અને કોલેજોમાં આવશે. શુક્રવારે આપત્તિ પ્રબંધન અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ નિર્ણય લીધો હતો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા ચાલુ રહેશે,
જે શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ હાજર રહેશે. બોર્ડિંગ સ્કૂલોમાં છાત્રાલયની સુવિધા ચાલુ રહેશે. હોળી અંગે કોઈ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અપીલ કરી હતી કે લોકોએ તેમના ઘરોમાં તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવી જોઈએ. હોળીના જાહેર કાર્યક્રમો પણ કરવામાં આવશે નહી. 3 એપ્રિલના રોજ હિમાચલમાં સરકારી રજા જાહેર કરવામાં આવી છે. ગુડ ફ્રાઈડે 2 એપ્રિલે અને 4 એપ્રિલે રવિવાર છે. સરકારી વિભાગોમાં ત્રણ દિવસની રજા પેકેજ બનાવવામાં આવ્યું છે.
રાજ્યમાં 23 માર્ચથી મેળાના આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમો અને જાહેર લંગરો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 200 થી વધુ લોકોને ખાનગી કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ રખાયો છે,અથવા તો 50 ટકા ક્ષમતા સાથે રહાજરી આપી શકે છે
જિલ્લા વહીવટની પરવાનગી બાદ સામાજિક, ધાર્મિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, રાજકીય અથવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે. આઇટી વિભાગ અને જિલ્લા વહીવટ ઓનલાઇન પરવાનગી આપશે. સમુદાય તહેવાર, ધામ અથવા લંગર જેવા કાર્યક્રમોમાં પહેલાં મેનેજર અને કેટરિંગ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ જરૂર રહેશે.
સાહિન-