Site icon Revoi.in

Truecaller માં કૉલ રેકોર્ડિંગ સાથે એડ થયા ઘણા મજેદાર ફીચર્સ, યુઝર્સને થશે ફાયદો

Social Share

Truecaller એક સ્માર્ટફોન એપ્લિકેશન છે,જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલર-આઈડેંટીફિકેશન, કૉલ-બ્લોકિંગ, ફ્લેશ-મેસેજિંગ, કૉલ-રેકોર્ડિંગ, ચેટ અને વૉઇસ કૉલિંગ કરવામાં આવે છે. જો તમે એન્ડ્રોઇડ યુઝર છો અને ટ્રુકોલરનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, કંપની પોતાની એપમાં નવા ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં તેનું “Truecaller વર્ઝન 12” જારી કર્યું હતું. હવે કંપની તેમાં નવા ફીચર્સ એડ કરશે. જેમાંથી કેટલાકમાં વિડિયો કોલર આઈડી, કૉલ રેકોર્ડિંગ અને યુઝર્સ માટે એકદમ નવું ઈન્ટરફેસ સામેલ છે.

Truecaller વર્ઝન 12 અપડેટમાં 5 નવા ફીચર્સને એડ કરશે. આમાંથી કેટલાક Truecaller ના પ્રીમિયમ સભ્યો માટે કામ કરશે. જ્યારે અન્ય ફીચર્સને તમામ Truecaller યુઝર્સ ઉપયોગ કરી શકે છે. હાલમાં, આ નવા ફીચર્સને ફક્ત Android માટે જ રજૂ કરવામાં આવ્યા છે.આગામી સમયમાં iOS માટે પણ અપડેટ થઈ શકે છે.

વિડીયો કોલર આઈડી

જેમ કે,નામથી જ ખબર પડે છે, Video Caller ID યુઝર્સને એક નાનો વિડીયો સેટ કરવાની મંજૂરી આપે છે.યુઝર્સ બિલ્ટ-ઇન વિડીયો ટેમ્પ્લેટમાંથી કોઈ એકને પસંદ કરી શકે છે અથવા તેમની પોતાની વિડીયો રેકોર્ડ કરી શકે છે. આ ફીચર તમામ Truecaller એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.

નવું ઇન્ટરફેસ

અપડેટ સાથે, Truecaller કૉલ્સ અને SMS માટે અલગ ટેબ રજૂ કરશે.જેમ કે,કંપની નોટ કરે છે,ઈન્ટરફેસને ફ્રી બનાવવા માટે આ ફેરફારની ખૂબ જ જરૂર હતી, અને તે યુઝર્સને એપ્લિકેશનની હોમ સ્ક્રીન દ્વારા કૉલ્સ અને SMS બંનેનો ટ્રૅક રાખવામાં મદદ કરશે.

કૉલ રેકોર્ડિંગ

કૉલ રેકોર્ડિંગ શરૂઆતમાં માત્ર Truecaller પર પ્રીમિયમ સુવિધા તરીકે ઓફર કરવામાં આવ્યું હતું. નવું અપડેટ હવે તેને Android 5.1 અને તેનાથી ઉપરના વર્ઝન ચલાવતા તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવશે. કૉલ રેકોર્ડિંગ સાથે તમારા ઉપકરણમાં આ સુવિધા સામેલ છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના, યુઝર્સ તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ કૉલ્સને રેકોર્ડ કરી શકશે.

ઘોસ્ટ કોલ

ઘોસ્ટ કૉલ સાથે ટ્રુકોલર યુઝર્સને કોઈપણ નામ, નંબર અને ફોટો સેટ કરવાની મંજૂરી આપશે જેથી તે વ્યક્તિનો કૉલ આવી રહ્યો હોય. યુઝર્સ ઘોસ્ટ કૉલ્સ માટે તેમની ફોનબુકમાંથી સંપર્ક પણ પસંદ કરી શકશે. વધુમાં, એપ્લિકેશન વપરાશકર્તાઓને પછીના સમય માટે ઘોસ્ટ કૉલ્સ શેડ્યૂલ કરવાની મંજૂરી આપશે. ઘોસ્ટ કૉલ ફક્ત Truecaller પ્રીમિયમ અને ગોલ્ડ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ હશે.

 

કૉલ એનાઉન્સર ઇનકમિંગ ફોન કૉલ્સ માટે કૉલર ID જણાવશે. આ એક વૈકલ્પિક લક્ષણ છે. આ તમારા સાચવેલા સંપર્કો તેમજ સામાન્ય વૉઇસ કૉલ્સ અથવા Truecaller HD વૉઇસ કૉલ્સ બંને પર Truecaller દ્વારા ઓળખાયેલા નંબરો માટે કામ કરે છે. યુઝર્સ હેડફોન ઓન કરીને પણ તેનો ઉપયોગ કરી શકશે. ઘોસ્ટ કૉલની જેમ, કૉલ એનાઉન્સ ફક્ત પ્રીમિયમ અને ગોલ્ડ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હશે.