- જમીન પર સૂવાથી શરીરને મળે છે આરામ
- કમરના દુખાવાથી લઇને અનિંદ્રા થઇ જશે છુમંતર
- જાણો આ સ્વાસ્થ્ય લાભ
આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આખા દિવસની ભાગ-દોડમાં થાક લાગ્યા પછી દરેક લોકો શાંતિની ઊંઘ પસંદ કરે છે.આજકાલ કોઈ પણ જમીન પર સુવા નથી માંગતા.કોઈપણ વ્યક્તિ મોટો બેડ અને આરામદાયક ગાદલું પસંદ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે બેડ પર સુવા કરતા જમીન પર સુવું વધુ લાભદાયક છે.તો ચાલો જમીન પર સુવાના ફાયદા જાણીએ.
આજકાલની રોજીંદી લાઈફસ્ટાઇલ માં કમરનો દુખાવો એ સામાન્ય વાત છે.જમીન પર સુવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો કમરનો દુખાવો છુ મંતર થઇ જશે. જયારે તમે જમીન પર સુવો છો ત્યારે તમારા કરોડરજ્જુના હાડકાઓ સીધી દિશામાં હોય છે, જેથી કમરનો દુખાવો ટળે છે આવું હેલ્થ નિષ્ણાતોનું માનવું છે. આ દર્દથી મુક્તિ મેળવવાનો આ સારો રસ્તો છે.
એવું કહેવાય છે કે જો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર હોય તો તે સ્નાયુઓને આરામ આપે છે. નિષ્ણાતોના મતે, જમીન પર સૂવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને માંસપેશીઓના દુખાવામાં પણ રાહત મળે છે. એટલા માટે તમે પણ રોજ જમીન પર સૂવાનું શરૂ કરો.
તમે જયારે બેડ પર સુવો છે ત્યારે થોડો સમય ડાબી બાજુ તો થોડો સમય જમણી બાજુએ એમ કરીને જો તમે કંટાળી ગયા હોય તો જમીન પર સુવું. આનાથી તમારો સ્ટ્રેસ અને બેચેની દુર થશે.
કેટલાક લોકોને અનિંદ્રાનો પ્રશ્ન રહેતો હોય છે.તેવી પરિસ્થિતિમાં પણ જો બેડ ને બદલે જમીન પર સુવામાં આવે તો આસાનીથી ઊંઘ આવી જશે.