Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયામાં પુરની સ્થિતિ સર્જાતા તબાહી, અનેક લોકો ઘરથી બેઘર થયા – 100 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

Social Share

દિલ્હી – ઓસ્ટ્રેલિયાના મધ્ય ઉત્તર કોસ્ટ સ્થિત વિસ્તારોમાં વિતેલા દિવસને શનિવારના રોજ પુરની સ્થિતિ સર્જાઈ છે,જે છેલ્લા 100 વર્ષની સરખામણીમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે,પુરના કારણે અહીં તબાહીના દ્રશ્યો સર્જાયા છે.રવિવારના રોજ અનેક લોકોને સ્થળાંતરણ કરવાની સુચના પણ આપવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયાનું રાજ્ય કે જ્યા સોથી વધુ પ્રમાણમાં માનવ વસ્તી જોવા મળે છે ત્યાર છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.ન્યૂ સાઉથ વેલ્સની ઓછામાં ઓછી 7 ટકા જમીનને નુકસાન થયું છે. ન્યુ સાઉથ વેલ્સના ઓછામાં ઓછા 13 વિસ્તારોમાં લોકોને પૂરના વધતા જતા જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે.અંદાજે 4 હજાર જેટલા લોકોએ ઘર છોડવાન વારો આવ્યો છે.

સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. મધરાત્રીએ પુરની સ્થિતિ સર્જાતા લોકોને અક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા,ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ડિઝાસ્ટર સર્વિસે શનિવારના રોજ અનેક ફોન કોલ્સ બચાવ માટે આવ્યા હતા,રાજ્યના મંત્રી ગ્લેડીસ બેરેજિક્લિયનના જણઆવ્યા પ્રમાણે ા પુરની સ્થિતિમાં અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ સાથે જ તેમના જણાવ્યા પ્રમાણે આવા દ્રશ્યો છેલ્લા 100 વર્ષ પછી સર્જાયા છે.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી રહી છે જેથી મોટા પ્રમાણમાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે.આ સાથે જ સિડનીની ઇશાન દિશામાં રહેતા લોકોને મધ્યરાત્રિએ પોતાનું ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે.