Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી સહિત અનેક નેતાઓએ દિવાળીની શુભેચ્છા પાઠવી

Social Share

દિલ્હી: દિવાળીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મોટા નેતાઓએ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ X પર પોસ્ટ કર્યું છે કે ‘દિવાળીના શુભ અવસર પર હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું.

જ્યારે પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘દેશના તમામ પરિવારના સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેકને દિવાળીની શુભકામનાઓ! આ વિશેષ તહેવાર દરેકના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે ‘અસત્ય પર સત્યની જીત, અત્યાચાર પર સદાચાર, અંધકાર પર પ્રકાશના મહાન તહેવાર દિવાળી પર રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!’ તેમણે આગળ લખ્યું કે ‘ભગવાન શ્રી રામ અને માતા જાનકીની કૃપાથી આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના સફેદ પ્રકાશથી ઉજ્જવળ બને.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતો એક વીડિયો જાહેર કર્યો છે.

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ X પર પોસ્ટ કર્યું છે કે ‘દિવાળી તેમજ ભાઈ બીજના અવસર પર દેશ અને વિશ્વમાં રહેતા તમામ ભારતીય ભાઈ-બહેનો અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન અને લોકોનું જીવન સુખી અને સમૃદ્ધ બને. આ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.