- આજે પ્રપધાનમંત્રી નરેન્દ્રમોદીનો જન્મદિવસ
- રાષ્ટ્રપતિ મૂર્મુએ પાઠવી શુભેચ્છાઓ
- રાહુલ ગાંઘી સહીતના નેતાઓએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી
દિલ્હીઃ- આજે દશભરમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે,સૌ કોઈ સોશિયલ મીડિયા થી લઈને પ્રોફાઈલ પર પીએમ મોદીના ફોટોઝ રાખીને તેમને વિશ કરી રહ્યું છે, અનેક લોકોએ આજના દિવસે કંઈક ખાસ આયોજન પણ કર્યું છે ત્યારે દેશના ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહીત રાહુલ ગાંધી,ગૃહમંત્રી શાહ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ એ શુભેચ્છાઓ આપી છે.
આજરોજ પોતાના જન્મદિવસે પીએમ મોદી મધ્યપ્રદેશના કુનો-પાલપુર રિઝર્વમાં બનેલા બિડાણમાં નામિબિયાથી ચિત્તાઓને છોડશે. આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સંબોધિત કરવાના છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુઃ-
તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમારા દ્વારા અપ્રતિમ પરિશ્રમ, સમર્પણ અને સર્જનાત્મકતા સાથે હાથ ધરવામાં આવેલું રાષ્ટ્ર નિર્માણ અભિયાન તમારા નેતૃત્વમાં આગળ વધતું રહે. ભગવાન તમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય આપે.
ગૃહમંત્રી અમિતશાહઃ-
શાહે લખ્યું કે હું દેશના સૌથી પ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાદાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવું છું અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મોદીજીએ ગરીબોના કલ્યાણ માટે તેમના ભારત-પ્રથમ વિચાર અને સંકલ્પથી અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહઃ-
પીએમ મોદીને અભિનંદન આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. તેમણે તેમના નેતૃત્વમાં દેશમાં પ્રગતિ અને સુશાસનને અભૂતપૂર્વ તાકાત આપી છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને નવી ઊંચાઈઓ આપી છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીઃ-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.