Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અનેક નેતાઓએ દેશવાસીઓને ધુળેટીની શુભકામના પાઠવી

Social Share

આજે દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ધૂળેટીની શુભેચ્છાઓ આપી છે.

ધૂળેટીની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે, આપ સૌને ધૂળેટીની ખુબ ખુબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉત્સાહ અને નવી ઉર્જાનું સંચાર કરે.

ગૃહમંત્રી અમિત શાહે ધૂળેટીની શુભકામના આપતાં લખ્યું હતું કે, દેશભરના તમામ લોકોને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ. રંગ-ઉમંગ, એકતા અને સદ્ભાવનાનો આ મહાપર્વ તમારા સૌના જીવનમાં  સુખ,શાંતિ અને સોભાગ્ય લાવે.

આ સાથે જ રાજનાથસિંહે કહ્યું કે, ધૂળેટીના તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર તમારા બધાના જીવનમાં હર્ષ અને ઉલ્લાસની સાથે સાથે સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે.

ધૂળેટીના તહેવાર પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ લોકોને શુભકામના પાઠવી છે. અસત્ય પર સત્યની જીતના તહેવાર પર દેશના તમામ લોકોને ધુળેટીની શુભકામનાઓ.. ભગવાનને પ્રાથના કે આ તહેવાર આપણી એકતા અને સદભાવના બનાવી રાખે. તમામ લોકો જીવનમાં સુખ શાંતી અને સમૃદ્ધી પામે તેવી પ્રાથના.

જો કે હોળી અને ધૂળેટી  હિન્દુઓનો સૌથી મોટો ઉત્સવ છે, જે દુનિયાભરમાં જોરો-શોરોથી મનાવવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે હોળીની મજા થોડીક ફિક્કી થઈ શકે છે. હકીકતમાં, ઘણા રાજ્યોએ કોરોનાના વધતા જતા કેસોને કારણે રાજ્યમાં હોળી-ધૂળેટીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી આ વર્ષે હોળી-ધૂળેટીનો તહેવાર દર વર્ષે કરતા ઘણો અલગ હશે.

-દેવાંશી